________________
શ્રી•શાં તસુધારસ
ધ અભ્યાસ કે શ્રવણને અંગે ખીજા અનેક વિચારણીય પ્રસગે કલ્પી શકાય. કેટલાકને ગુરુ પાસે શ્રવણ કે અભ્યાસ માટે જવામાં શરમ આવે, કેઇને તેમ કરવામાં ગૈારવહાનિ લાગે, કાઇને અભ્યાસ કરવા મીનજરૂરી લાગે વિગેરે ધર્મ શ્રવણુ કરવા જતાં અનેક કાઢિયા આડા આવે છે તેની હકીકત સુપ્રસિદ્ધ છે. વળી ખાટી દલીલેમાં ઉતરી જવાનું બનતાં અનાસ્થા થઇ જાય, પરભવ, કર્મ કે મેાક્ષ માનવામાં વિજ્ઞાન આડું આવે વિગેરે અનેક ગુંચવણૢા આ નવયુગમાં ઊભી થઇ છે અને ખરી ચિન્તા તેા ધર્મની મહત્તા જ ઊડી જતી દેખાય છે એ છે. આ સ્થિતિ છે. આવા વખતમાં ધર્મ શ્રવણુની દુ ભતા જરૂર પ્રાપ્ત થાય છે. અત્યારે છાપા વાંચવામાં જેટલે વખત જાય છે તેના ચેાથા ભાગ પણુ ધર્મ અભ્યાસમાં જાય તો ઘણી પ્રગતિ થાય તેમ છે. તે મુદ્દે આ વાત વિચારવી. આમાં વર્તમાન યુગની ટીકા કરવાના આશય નથી, પણ ધર્મ અભ્યાસની દુર્લભતા બતાવવાનું સાધ્ય છે. અર્વાચીન પદ્ધતિએ શાસ્રશ્રવણુ કરાવનાર વિજ્ઞાનના અભ્યાસી, માનસવિદ્યાના જાણકાર ગુરુ જ્યારે ધર્માંશ્રવણુ કરાવશે ત્યારે ઊભા રહેવાની જગ્યા નહિ મળે. અત્યારે કહેવાના મુદ્દો એ છે કે મળેલી સર્વ સામગ્રી છતાં ધર્માંશ્રવણુ દુલ ભ હોય જ અને આપણે વધારે એટલુ કહી શકીએ કે આ કાળમાં તે ખાસ દુર્લભ થતુ જાય છે.
૧૪૨
૬. કદાચ ધર્મ શ્રવણુ કરવાનુ અની આવે, ગુરુમહારાજને ચેાઞ પણ ખની આવે, એ શ્રવણને પરિણામે બેધ પણ થઈ જાય, સંસારનું સ્વરૂપ અને વસ્તુ કે સંબંધનું અનિત્યત્વ ગ્રાહ્ય થાય અને બનતા ઉદ્યમ કરવાના નિશ્ચય પણ થાય—આટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org