________________
બધિદુર્લભ ભાવના
૧૪૧ ૫. કદાચ ઉપરની સર્વ વસ્તુની પ્રાપ્તિ થાય પણ સદ્દગુરુ પાસે ધર્મશ્રવણ કરવાની સગવડ ન બને તો ખાસ લાભ થતો નથી. શાસ્ત્રગ્રંથમાં સર્વ વાત લખી શકાણી નથી. પરંપરા જ્ઞાન માટે ગુરુગમની ખાસ જરૂર છે. વિધિવાદમાં ગમે તેટલું લખ્યું હોય પણ માત્ર વાચનથી ગુરુગમ વગર વ્યવહારનું જ્ઞાન થવું અશક્ય છે. વિલાયતથી આવનારા અભ્યાસીઓ જેહરણ સંબંધી ગમે તેટલું વાંચીને આવે પણ તેને બનાવવાની અને ઉપયોગ કરવાની રીત જોઈ આશ્ચર્યમાં પડી જાય છે.
ગનાં આસન, મુદ્રાઓ વિગેરે અનેક ગુરુમુખે સમજવાની જરૂર છે અને તત્ત્વજ્ઞાનમાં પણ, ચાવી જેવા સૂત્રેામાં પરંપરાજ્ઞાનની આવશ્યકતા ખૂબ રહે છે. ગુરુઓએ શિષ્યોને સામે, બેસાડી ન ભણાવતાં બ્રાહ્મણે પાસે અભ્યાસ કરાવ્યું તેનાં પરિણામે ઘણું સાંપ્રદાયિક જ્ઞાન ચાલ્યું ગયું છે તેનું અત્યારે બરબર ભાન થાય છે.
આ તો ગુરુ પાસે જ્ઞાન લેવાની કે શ્રવણ કરવાની આવશ્યકતાની વાત કરી, પણ ઘણને જાણવાની ઈચ્છા હોય છે છતાં સાચી ખોટી વાતો કરવામાં અને રાજકથા, દેશકથામાં એટલે સમય જાય છે કે એને ધર્મઅભ્યાસ કે ધર્મશ્રવણ કરવાની ફુરસદ જ મળતી નથી. નકામી ચર્ચાઓ, ઢંગધડા વગરના વાદવિવાદ અને ગપાટાસપાટાને રસ એવો હોય છે કે તેમાં કલાકે નીકળી જાય, પણ ધર્મશ્રવણ કે અભ્યાસ વખતે સમય મળે નહિ અને કદાચ લેકવ્યવહારે જવાનું બને તે મનમાં અન્ય વિક્ષેપ એટલા હોય છે કે અભ્યાસ કે શ્રવણમાં એકાગ્રતા થાય નહિ અને એકાગ્રતા થયા વગર કે નાની કે મેટી વાત જામતી નથી, ઉપર ઉપરથી ચાલી જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org