________________
૧૪૦.
શ્રી શાંતસુધારસ
હોય છે! ધનની ધમાલ, ખાવાપીવાની ખટપટ અથવા સ્ત્રીકથા સંબંધ કે મૈથુનમાં પ્રવૃત્ત થયે એટલે એને બીજી વાત સૂઝતી નથી. મોટા સુખી ધનવાનોનાં હૃદય તપાસ્યા હોય તો ત્યાં શાંતિ જેવી ચીજ દેખાય નહિ. શાંતિ નથી, ત્યાં સુખ નથી. એવી જાતનું જગતુ એ દુઃસ્થિત કહેવાય છે. કફડા સંગમાં આવી ભરાયલું જગતવાતાવરણ દુઃસ્થિત છે. એની પીડાને પાર નથી, ઉકળાટને હિસાબ નથી, અચોક્કસપણું–શૈર્યનાશની પરિસીમા નથી.
એવા જગતમાં ધર્મદારિદ્રય હોય છે. ત્યાં ધર્મ શું ? એનું સ્વરૂપ શું? એ શા માટે આચરે ઘટે? એના આચરણને વિધિ કર્યો ? આચરણનું પરિણામ શું ? એ સર્વ વિચાર, પરિગ્રહ મિથુનાદિમાં પડેલાને સૂઝ મુશ્કેલ છે. ત્યાં તે કલદારની વાત અને સ્ત્રી તથા ભેજનની કથાઓ જ હોય, ત્યાં સીનેમા સ્ટારની ચર્ચા હોય, ત્યાં કોલેજની કન્યાની ચર્ચાઓ હોય, આમાં ધર્મને સ્થાન ન હોય, ધર્મને પ્રવેશ ન હોય, ધર્મની ગંધ ન હોય. વાત કહેવાની એ છે કે મનુષ્યપણું મળી જાય અને આર્ય દેશમાં જન્મ પણ થાય અને ત્યાં સુસંસ્કારી માત પિતાને ત્યાં ઉત્તમ કુળની પ્રાપ્તિ પણ થઈ જાય, પરંતુ જે અબ્રહ્મ, પરિગ્રહ, ભય કે આહારને લગતા ભેગેપભેગમાં પ્રાણું પડી ગયે તો ધર્મતત્ત્વ જાણવાની ઈચ્છા પણ થતી નથી. અને સાધ્ય કે હેતુ વગર આખા જીવન સુધી મેટા આરંભ કરી ધન એકઠું કરવામાં કે ખાવાપીવાની ધમાલમાં કે સ્ત્રીઓનાં ગાનતાન વિલાસમાં ગુલતાન રહેવાનું પ્રાપ્ત થાય છે અને અંતે આવ્યા તેવા જવાનું થાય છે. એ રીતે દુર્લભ મનુષ્ય દેહ હારી જવાય છે.
કે આહારી ઇચ્છા પાટા અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org