________________
૧૩૮
શ્રી શાંન્ત સુધારસ - જે રેશમાં પારકા પ્રાણ લેવામાં અન્યાય ન મનાતે હોય,
જ્યાં જીવ આપી ન શકે તેને જીવ લેવાને અધિકાર નથી એ સિદ્ધાન્તને સ્વીકાર ન હાય, જ્યાં માંસ, મત્સ્ય કે ઈંડાના. આહાર તરફ ઘૂણું પણ ન હોય તે દેશને અનાર્ય ગણવામાં આવે છે. જ્યાં આખો જન્મારે પૈસાની જ વિચારણા હોય,
જ્યાં પરભવની ચિંતા ન હોય, જ્યાં બની શક્તા મોજશેખ અહીં જ ભોગવી લેવાના સૂત્રો પર આધાર રખાતો હોય ત્યાં પરભવના હિતની વાત તે મુશ્કેલ જ છે. આથી અનાર્ય દેશમાં જન્મ થાય તો ઘણીવાર મનુષ્યદેહપ્રાપ્તિને બદલે કાંઈ મળતું. નથી અને ઊલટા અનેક પ્રકારની ધમાલ કરી, અંતે સંસારપરિબ્રમણને રસ્તે પડવાનું થાય છે.
અત્યારે પાશ્ચાત્ય દેશમાં જડવાદ, સંસારરસિકતા, કાવાદાવા, જીવનકલહની ભયંકર તીવ્રતા અને જીવનમાં કેફ, ઉત્તેજકતા અને વૈષમ્ય સિવાય અન્યને ભાસ થતો નથી. ત્યાં લાંબી નજરે મનુષ્યદેહપ્રાપ્તિની નિષ્ફળતા દેખાય તો તેમાં નવાઈ નથી. એમાં કોઈ શોધક, વિચારક અને તત્ત્વજ્ઞ નીકળી આવે છે પણ તેમની સંખ્યા એટલી નજીવી હોય છે કે તેમને માટે આ વાત નથી એટલું જ કહી, સામાન્ય રીતે અનાર્ય ભૂમિમાં જન્મ એટલે અનેક અનિષ્ટ પરિણામે, ટે અને વ્યસનની ગુલામી અને પરિણામે નરભવની નિષ્ફળતા સહેજે કલ્પી શકાય તેમ છે.
જે કેટલાક અનાર્ય દેશો હજુ પણ કેવળ જંગલી દશામાંથી ઊંચે આવ્યા નથી તેને આ વાત વધારે લાગુ પડે છે. એકંદરે પુણ્યભૂમિ–આર્યભૂમિમાં જન્મ થવો એ કાંઈ સામાન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org