________________
બધિદુર્લભ-ભાવના
૧૩૭ તેમાં નરભવપ્રાપ્તિની દુર્લભતા બતાવવાનો મુદ્દો હતો. ચક્રવતીના ઘરના ભેજનનું દષ્ટાન્ત તેમાં પ્રથમ હતું. એક બ્રાહ્મણને ચક્રવત્તીના ઘરના ભેજનમાં જે સ્વાદ મળે તે તેની આખી રાજધાનીમાં કે અન્ય સ્થાનમાં ન માન્યો, એ ચક્રવસ્તીને રાજમંદિરે ફરી જમવાને વારે જેમ વિપ્રને માટે દુર્લભ હતો તેમ નરભવ આ ચક્રભ્રમણમાં ફરીવાર મળવો મુશ્કેલ છે. આટલે સુધીની વાત ત્યાં જણાવી હતી.
અનેક પ્રકારના જીવોની કાયસ્થિતિમાં ફરતાં અંતે પચેંદ્રિયપણું, પર્યાપ્તપણું, સંજ્ઞીપણું અને મનુષ્યપણું મળ્યું છે. આ મહાભાગ્યયોગ છે. આટલી હકીકત ધ્યાનમાં રાખીને હવે મનુષ્યપણાની પ્રાપ્તિને અંગે વિચાર કરીએ.
૩. મનુષ્ય તરીકે જન્મ થયે, પણ જે અનાર્ય દેશમાં જન્મ થાય તો ઊલટું નુકશાન થાય છે. આ ઘણે અગત્યને પ્રશ્ન છે. જન્મસ્થાન પ્રાપ્તિ એ અકસ્માત વેગ છતાં પ્રગતિને અંગે બહુ અગત્યનો ભાગ ભજવે છે. પુણ્યભૂમિ-કર્મભૂમિમાં જન્મ થવો એ પણ મહદ્ભાગ્યનું પરિણામ છે. * આર્યદેશનું વાતાવરણ અહિંસાપ્રધાન હોય છે. જન્મસંસ્કાર બળવાન પડી જાય તે પ્રયાસ અ૫ કરે પડે છે. ધર્મોપદેશક અને પુણ્યભૂમિએ જે સ્થાનમાં હોય તે આર્યદેશ કહેવાય છે. અહિંસાનું સામ્રાજ્ય વર્ત અને સત્ય, અસ્તેય, બહાચર્ય, નિપરિગ્રહતા આદિ મૂળ ધર્મોની જ્યાં પ્રતિષ્ઠા થાય તેને આર્યભૂમિ કહેવામાં આવે છે. આર્યદેશમાં ધર્મસંસ્કાર જન્મથી પ્રાપ્ત થવાના પ્રસંગે આવે છે. અને બાળપણમાં જે સદ્વિચાર અને સદ્વર્તન હૃદય પર છાપ પાડે છે તેનું મૂલ્ય વિશેષ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org