________________
બોધિદુર્લભભાવગ્ના
૧૨૫ સર્કલના સંબંધને દુનિયા માની એમાં મસ્ત રહે છે અને જરા પણ પ્રગતિ કર્યા વગર આવ્યો હોય તે જ પાછા ચાલ્યા જાય છે.
મેહ અને મિથ્યાત્વ તો અજ્ઞાનમાંથી ઉદ્દભવે છે, પણ માયા તે ભારે આકરી છે. પરવંચન કરવાની વૃત્તિ અંતે પિતાને પણ છેતરે છે. ન હોય તેવો દેખાવાને પ્રયાસ કરતાં ઘણીવાર પોતામાં કાંઈ તે જરૂર છે જ એમ પ્રાણું માન થઈ આત્મવંચન કરે છે. ગુણપ્રાપ્તિ કરવાને બદલે ગુણ હેવાને દેખાવ કરવાની ઈચ્છા થાય છે અને દંભ દાખલ થઈને પ્રાણુને ઊંડા ખાડામાં ફેંકી દે છે. મેહ, મિથ્યાત્વ અને માયા આ રીતે સત્ય જ્ઞાનને પ્રકાશ થવા દેતા જ નથી એટલે પંચંદ્રિયપણું, પર્યાપ્તત્વ, સંજ્ઞીપણું અને દીર્ઘ આયુષ્ય એ સર્વ સાથે મનુષ્યપણું મળે તો પણ એને બધિરત્ન મળતું નથી.
બધિરત્ન વગરનું મનુષ્યત્વ તદ્દન નિરર્થક છે, કારણ કે આ મનુષ્ય ભવ ઉદ્દેશ વગરને થઈ જાય છે, માત્ર ખાલી ફેરા મારવા જેવું થઈ જાય છે અને પ્રગતિ વગર ભવ પૂરો થઈ જાય છે. ચારે બાજુ જોઈએ તે શું દેખાય છે ? જીવનની સરખાઈ, ભાવનાની વિશિષ્ટતા, આગળ વધવાની ધગશ, વિચારેની વિશિષ્ટતા દેખાય છે? કે માત્ર સ્વાર્થ, એક નાનું વર્તુળ, અવ્યવસ્થિત નાદ અને અચાનક પડદો પડતાં ખેલ ખલાસ થઈ જતે દેખાય છે? હવે ચારે બાજુની વાત મૂકી દઈ અંદર જોઈએ ત્યારે મહરાજાના નાટકના એક નટ હેવા કરતાં . કાંઈ વિશેષ સ્થિતિ પ્રાપ્ત કરી હોય એમ લાગે તે સાફલ્ય ગણવું અને નહિ તો એ માર્ગે હજુ પણ વિચાર કરવાને અવકાશ છે એમ ધારી દિશા ફેરવવી. બાકી વિચારવું કે બેધિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org