________________
૧૨૨
શ્રી શાંતસુધારાસ
આ તે હજુ મોટા ખાડાઓની વાત થઈ, નરભવ કે બાધિરત્નની વાત તે હજુ ઘણું દૂર છે એ ધ્યાનમાં રહે.
જીની અનંતતાનો ખ્યાલ કરવા માટે એક જ હકીકત બસ ગણાશે. મોક્ષમાર્ગ અનંત પૂર્વકાળથી (અનાદિ કાળથી) ચાલુ છે, અનંત જીવે મોક્ષે ગયા છે અને જાય છે; છતાં એક નિગદને અનંત ભાગ જ મેક્ષે ગયે છે અને અનંત કાળચકો પછી પણ એક નિગદને અનંતમે ભાગ જ મોક્ષે ગયો છે એમ ભવિષ્યમાં કહેવાશે. અનંતના અનંત ભેદ છે અને જીવસંખ્યા કાકાશના પ્રદેશ કરતાં અનંતગુણી છે. આવા મોટા ખાડામાંથી કેમ નીકળાય ? એ તે કોઈ ભવિતવ્યતાને જેગ લાગી જાય અને કુટતી ધાણીનો દાણે ઊડીને પિણામાંથી બહાર પડી જાય એના જેવો ખેલ છે.
હવે જરા આગળ વધીએ. ભવિતવ્યતા જાગી અને પ્રાણું નિગેદમાંથી નીકળી બાદર અનંતકાયમાં આવ્યું.
1. રૂ. બાદર અનંતકાયમાં આવ્યું એટલે કાંઈ સૂક્ષમ નિગાદમાંથી બચી જતો નથી. બન્ને વચ્ચે વ્યવહાર થઈને પણ આંટા અનંતકાળ સુધી મારે છે. એમ કરતાં પ્રત્યેક વનસ્પતિ થયો. ત્યાં એક શરીરમાં એક જીવ હોય છે. ફળ, ફુલ, પાંદડાં, અથવા ભીડાં, તુરી, ઘઉં, વટાણા વિગેરે. એના અનેક ભેદે છે. એમાં પણ અસંખ્ય કાળ પર્યટન કરે છે.
પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ–સૂક્ષમ અને બાદર આ સર્વ સ્થાવર કહેવાય છે. એ સર્વમાં અસંખ્યકાળ આંટા મારે અને વળી બને જાતિની અનંતકાયમાં જઈ આવે. એમ કરતાં ઘર્ષણ, ભેદન–છેદન થતાં સ્થાવરપણાથી આગળ વધી ત્રસપણું પામે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org