________________
બોધિદુર્લભ ભાવના
૧૨૧ ૪. ૨. ઉત્તરોત્તર દુર્લભપણું બતાવતા પ્રથમ તે આ પ્રાણી અવ્યવહારરાશિમાંથી અનંતકાળ સુધી નીકળતું જ નથી એ વાત બતાવે છે. અવ્યવહારરાશિ એટલે સૂક્ષ્મનિગોદ. આકાશના અસંખ્ય પ્રદેશ પર એક અને ત્યાં જ બીજા અસંખ્ય ગોલકે છે. દરેક શાળામાં અસંખ્યાતી નિગોદ છે. એને આશ્રયીને પ્રત્યેક નિદમાં અનંત જીવો રહેલા છે. એક સમયના અગ્રભાગ પર અસંખ્ય લોકાકાશના પ્રદેશ હોય છે. એવી એની સૂક્ષમતા છે.
એ નિગદના જીવો આપણું એક શ્વાસોશ્વાસ પ્રમાણે કાળમાં સાડાસત્તર ભવ કરે છે એટલે કે અઢાર વાર જન્મે છે અને સત્તર વાર મરે છે. એનું અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું શરીર હોય છે અને તે શરીર ચર્મચક્ષુથી અદશ્ય હાય છે. આવી અસંખ્યાતી નિગોદ અનાદિ કાળથી સર્વત્ર ચૌદ રાજલેકમાં રહેલી છે. એમાં જ્યાં સુધી જીભ રહે છે ત્યાં સુધી તે
અવ્યવહારરાશિ' કહેવાય છે. - એમાં કોઈ વખત અકામ નિર્જરા થઈ આવે તે પ્રાણી બાદર અનંતકાયમાં (સાધારણ વનસ્પતિમાં) આવે છે. એમાં પણ એક શરીરમાં અનંત જીવો હોય છે. સૂમ નિગોદમાં અને એમાં એટલે જ ફેર છે કે બાદરનું અનંત જીવસંકીર્ણ શરીર ચર્મચક્ષુથી દેખાય છે. અહીં પણ એ જીવ અનંત જન્મમરણ કરે છે. એ હવે વ્યવહારરાશિમાં આ કહેવાય છે. એને સહજ વિકાસ (Evolution) થયે ગણાય છે. ત્યારપછી એ પાછા સૂક્ષમ નિગોદમાં જાય તો પણ તે વ્યવહારરાશિચ ગણાય છે. આવા અનેક જન્મ મરણ તે નિદરૂપ ઘેર અંધકારમાં થયા કરે છે. આમાંથી નીકળવાને એને વારે કયારે આવે ? એની પરિણામશુદ્ધિ ક્યારે થાય? અને એમાંથી એ કયારે બહાર નીકળે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org