________________
૧૨૦
શ્રી શાંતસુધારસ આવા દેવભેગે બધિરત્નને પરિણામે સહજ પ્રાપ્તવ્ય છે. જે કે વિશિષ્ટ બધિરત્નને ઓળખનાર એ સુખને વાંચ્છતા નથી.
એવા દેવકનાં સુખ ભેળવ્યા પછી નિરતિચાર બેધિરત્નના પ્રભાવની પ્રક્રિયા કરનાર શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થાય છે. ઉપર દશ ચીજે બતાવી છે તે સર્વે તેને સાંપડે છે, પણ એ ભેગમાં લપટાતો નથી. એ તે અધરા યુગ પૂરા કરે છે અને પરિણામે આત્મવિકાસ સાધે છે.
બધિરત્નનો ખરો લાભ તો હવે આવે છે. એ “બ્રા– અદ્વૈત-પ્રગુણ પદવી–પ્રાપક” છે. બ્રહ્મ એટલે શુદ્ધ નિરંજન ચૈતન્ય સ્વરૂપ અને અદ્વૈત અતિવિશિષ્ટ એવી ઉત્કૃષ્ટ ગુણેની પદવીને અપાવનાર આ બધિરત્ન છે. મતલબ કે જે તમારે બ્રહ્માત સાધવું હોય તે બોધિરત્નને સે. બોધિરત્નને સેવવું એટલે મહામુશીબતે મળે તેવી એ ધર્મ સામગ્રીઓ અને જ્ઞાનરત્નને પ્રાપ્ત કરી પ્રગતિ કરવી, આત્મવિકાસ સાધવે અને તે સંબંધમાં ખાસ સાવધાન થઈ રાગદ્વેષના કોઈપણ પ્રપંચમાં પડી જવું નહિં. બધિરત્નને દીપક-પ્રકાશ સાથે હોય એટલે માર્ગ તો જરૂર સૂઝી આવશે. માત્ર તેને લાભ લેવા પૂરતો દઢ નિશ્ચય અને વીર્ય-શક્તિસ્કૂરણની અતિ આવશ્યક્તા રહેશે.
આ સંબંધમાં આગળ ઘણું વક્તવ્ય છે. પ્રથમ બાધિરનની પ્રાપ્તિ ઘણું મુશ્કેલ છે તે હવે બતાવે છે. તેને યથાર્થ પ્રકારે સમજીને તેની સેવા કરે, તેને સ્વીકાર કરે, તેની સાથે વ્યવહારુ ચર્ચારૂપે ઐક્ય સાધે, એ વાત પ્રથમથી જ કહી છે હવે તે પ્રાપ્ત થવામાં મુશીબતેને રજૂ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org