________________
બધિદુર્લભ ભાવના
૧૧૯
જણાવ્યું છે કે કેઈ દેવકૃત્યથી કે અસાધારણ સંયોગવશાત્ એ અશક્ય જેવી વાત કદાચ બની આવે, પણ મહાપ્રયાસે અને અનંત વખત ફેરા માર્યા પછી મહામુશીબતે મળેલ મનુબજન્મ ફરી વાર જલદીથી મળી શકતો નથી.
આ દશ દાન્તોનું ભાષાંતર પરિશિષ્ટમાં આપવા ઈચછા છે, પણ પુસ્તકના કદ પર તેને આધાર રહેશે. મુદ્દો ઉપર કહ્યો તે છે. મનુષ્ય ભવની દુર્લભતા બતાવવાને એ દશે દષ્ટાન્તને આશય છે. જેનWારત્નકોષના પ્રથમ ભાગમાં સિંદૂર પ્રકરમાં તેને ખ્યાલ બહુ સારો આપે છે. જુઓ પૃષ્ઠ ૧૪ થી ૩૬
એ જ પ્રકારે શ્રદ્ધાના સંબંધમાં સાત દષ્ટાન્ત જમાલિ આદિ નિહ્નના તે જ ટીકામાં આપ્યા છે તે પણ તે સૂત્રથી જાણી લેવા.
આ મુદ્દાને અનેક રીતે આ ભાવનામાં ચર્ચો છે તેથી તેના મૂળની તપાસ કરી આ વાત શરૂઆતમાં લખી છે. હવે આપણે પ્રથમ લેકને પરિચય કરીએ. આ આખી ભાવના બહુ સુંદર છે અને તેના ઉપર ઘણું વક્તવ્ય કરી શકાય તેમ છે. આવશ્યકીય લેખનરૂપ સંયમ રાખી સંક્ષેપ કરવા પ્રયત્ન કર્યો છે.
બોધિરત્ન-જ્ઞાન. બોધને પ્રકાશ. ધર્મ સામગ્રીની પ્રાપ્તિ અને તેના આચરણથી કેવી કેવી વસ્તુ મળે છે તે.
જુઓ! પ્રથમ તે આશ્ચર્ય ઉત્પન્ન કરે એવું દેવગતિનું સુખ મળે છે. એ સુખમાં બહુ દીર્ઘ કાળ સુધી આનંદ અને વિલાસ કરવાના હોય છે. દેવકના વૈભમાં શંગાર, ગીત, વાદ્ય, નૃત્ય, વિદ, અપ્સરાઓના હાવભાવ, વિમાનની ગમત આદિ અનેક દેવીઓના પ્રસંગ હોય છે. દેવમાં પણ મહદ્ધિક દેવના વૈભવકલ્પ નાતીત હોય છે. દેવેંદ્રને એથી પણ વધારે મેટે વૈભવ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org