________________
૧૧૮
શ્રી શાંતસુધારસ “શરીરને છોડીને ઊર્વ દિશાએ ગમન કરે છે. ૧૩. ઉન્નત
શીલયુક્ત મનુષ્ય વધારે વધારે ઊંચા સ્થાનકે જાય છે અને “ ત્યાં અતિ ઉજજવળ પ્રકાશથી દીપે છે. જાણે ત્યાંથી કદી “ નીચે ઉતરવાના નથી એમ માનતા ત્યાં આનંદમાં રહે છે.
૧૪. દેવકનાં સુખ ભોગવતાં અને મરજીમાં આવે તેવું રૂપ “ કરતાં તેઓ ઉપરનાં કામમાં અનેક વર્ષો સુધી રહે છે. ૧૫. પુણ્ય પ્રમાણે જેને જે સ્થાન મળ્યું હોય ત્યાં તેટલો વખત રહીને આયુષ્ય પૂરું થયે દશ અંગથી શોભતું મનુષ્યપણું પામે
છે. ૧૬. બગીચા: ખેતર, સુવર્ણ, પશુ, દાસ: નોકરચાકર— “એવા ચારે પ્રકારના આનંદના સાધન હોય તેવા કુટુંબમાં
તે જન્મે છે. એક અંગ) ૧૭. મિત્ર, જ્ઞાતિ (સગા), ઉચ્ચ “ગેત્ર, સુંદર વર્ણ, તંદુરસ્ત શરીર, મહાપાંડિત્ય, વિનય, યશ
અને બળ એ નવ મળી દશ અંગેની પ્રાપ્તિ થાય છે. ૧૮. મનુબચ્ચપણના સુંદર ભેગે ભેળવીને અને વિશુદ્ધ સદ્ધર્મ આચરીને “બધિને પામે છે. ૧૯. ઉપરની ચારે બાબતે દુર્લભ છે એમ “સમજીને, સંયમ લઈને, તપથી કર્મનો નાશ કરીને શાશ્વત “સિદ્ધમાં તે જાય છે. આ પ્રમાણે હું કહું છું. ૨૦.”
આ વીશગાથા પ્રમાણ આખા અધ્યયનમાં મુદ્દો એ છે કે મનુષ્યપણું, ધર્મશ્રવણ, ઘર્મરુચિ અને સંયમમાં પ્રવર્તન અનુક્રમે વધારે ને વધારે દુર્લભ છે. પ્રથમ મનુષ્યભવનું દુર્લભત્વ બતાવતાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ટીકાકાર શ્રી ભાવવિજયજીએ દશ દૃષ્ટાન્તો આપ્યા છે તેનાં નામ આ પ્રમાણે છે:–૧ ચુલે, ૨ પાસા, ૩ ધાન્ય, ૪ ધૃત, ૫ રન, ૬ સ્વપ્ન, ૭ ચક્ર, ૮ ચર્મ, ૯ યુગ, ૧૦ પરમાણુ આ દશે દષ્ટાતે બહુ સુંદર છે. એમાં લગભગ અશક્ય પ્રસંગે બતાવ્યા છે, છતાં છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org