________________
૧૧૬
શ્રી શાંતસુધારસ કઈ પ્રસંગે બોધિને અર્થ સામગ્રી પ્રાપ્તિ થાય છે, પણ એને મુખ્ય મુદ્દો જ્ઞાન–આંતર પ્રકાશને ખાસ કરીને અવલંબે છે એ ત્યાં પણ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. રત્નત્વ તે જ્ઞાનને જ ઘટે છે અને સાધનધર્મોના સત્ય સ્વરૂપને ગ્રહણ કરાવવાની તાકાત પણ તેની છે. સાધનને સાધ્ય માનવાને કારણે વચગાળના વખતમાં જે મહાઅનર્થો થયા છે તે ઈતિહાસનું પુનરાવર્તન ન થઈ જાય તેની સંભાળ રાખવાની આવશ્યકતા પણ તે કારણે સહજ પ્રાપ્ત થાય છે અને તે કાર્ય પણ બધિ” નું જ છે.
બધિરત્નની પ્રાપ્તિ થવી ઘણું મુશ્કેલ છે. તે સંબંધી અનેક પ્રકારના ઉપદેશે શાસ્ત્રકારે અનેક ગ્રંથોમાં આપ્યા છે. પદ્ધતિસર તે સમજવા ચોગ્ય છે. આ ઉપદેશ પદ્ધતિનું મૂળ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. એના ત્રીજા અધ્યયનમાંથી જરૂરી વિભાગ અત્ર વિચારી લઈએ એટલે પ્રસ્તુત વિષયને વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર નહિ રહે. તેને માટે ખાસ આ ગાથા છે
चत्तारि परमंगाणि, दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ १ ॥
આ સંસારમાં પ્રાણીઓને ચાર મુખ્ય બાબતો મુશ્કે“લીથી મળે છે. મનુષ્યપણું, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા અને સંયમ “(વિરતિ–ત્યાગ)માં વીર્ય. ૧. સંસારમાં નાના પ્રકારનાં ગાત્રે “અને જાતિ ઓમાં અનેક પ્રકારનાં કર્મો કરીને પ્રાણીઓ “ઉત્પન્ન થાય છે. ૨. કોઈ વખત તે દેવલેકમાં જાય છે, “કઈ વાર નારક થાય છે, કોઈ વાર અસુર જાતિમાં ઉત્પન્ન “ થાય છે અને જેવાં કર્મ કરે તે પ્રમાણેની ગતિમાં તે જાય છે, કઈ વખત તે ક્ષત્રિય રાજા થાય છે, વળી કોઈ વાર ચંડાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org