________________
બોધિ દુર્લભભાવના –
ક
પરિચય –
* ૨. આ ભાવનાને પરિચય કરતાં “બોધિ” શું છે તેને સ્પષ્ટ ખ્યાલ કરવાની આવશ્યકતા છે. “બધિ” શબ્દ
ધાતુમાંથી નીકળેલ છે. એને અર્થ “જ્ઞાન”—જાણવું એ થાય છે. આ એનો વિશુદ્ધ અર્થ છે. જ્ઞાન–સમજણ અંદરથી જ જાગૃત થાય છે. આત્માનો સહજ સ્વભાવ જ્ઞાન છે. કમવરણથી એને એ સ્વભાવ આછાદન પામી ગયેલ છે તેને પ્રકટ કરે. ઉપરનાં આચ્છાદનને દૂર કરવામાં આવે ત્યારે જે પ્રકાશ થાય છે તે “બધિ ” છે. બોધિ એટલે સ્પષ્ટ જ્ઞાન, વિવેકપૂર્વકનું જ્ઞાન અને શુષ્કતા વગરને પ્રકાશ. વર્તનચારિત્ર વગરનું જ્ઞાન નિષ્ફળ છે એટલે બેધિના અર્થમાં જ્ઞાનની મુખ્યતા અને ચારિત્ર વર્તનની સહાનુગામિતા સાથે જ સમજવાની છે.
“ બધિ ” શબ્દનો અર્થ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ એ અનેક સ્થાનકે કરવામાં આવ્યું છે. એ જ્ઞાનપ્રાપ્તિ-પ્રકાશ સંપત્તિનું પરિણામ છે. બેધિને અસલ ભાવ જ્ઞાનરૂપ છે. અંદરની જ્યોતિ જગાવનાર એ આત્મપ્રકાશ છે.
એ આંતરપ્રકાશ હોઈને એને રત્નની ઉપમા આપી છે. જેમ રત્નમાં પ્રકાશની મુખ્યતા હોય છે તેમ બેધિમાં પણ પ્રકાશની વિશિષ્ટતા રહેલી છે. અનેક સ્થાનકે બોધિનો અર્થ સમકિત કરેલો છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયના સમૂહને પણ બધિ ગણવામાં આવેલ છે. એ મૂળ અર્થનો જ વિસ્તાર છે, એમાં પણ જ્ઞાનની જ મુખ્યતા રહેલી છે એ ભૂલવાનું નથી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org