________________
૧૦૪
શ્રીષ્ણાંતસુધારસ આંતરવૃત્તિએ જ્યારે એને સાચે અંતરત્યાગ સૂઝશે ત્યારે આ આંટા મારવા એને ગમશે નહિ, એને પુદગળભાવ પર પ્રેમ થશે નહિ, એને કષાય કરવામાં હીણપત લાગશે, એને સગુણેનું વ્યસન થશે અને એ વિશ્વ ઐક્ય સમજી જેટલાને બને તેટલાને સાથે લઈ સાધ્ય તરફ પ્રયાણ કરી જશે.
આ રીતે લોકભાવના અતિ વિશાળ છે. એના અંતરમાં સર્વભાવનાને સમાવેશ કરી શકાય છે. એના અંતરમાં સૃષ્ટિ. ક7ની ચર્ચા શાંત ભાવે થાય છે. એનાં પાંચ સમવાયી કારણે સમજાય, જૈન ધર્મ—દર્શન કર્મપ્રધાન છે કે પુરુષાર્થપ્રધાન છે? એની વિવેચના થાય, ષડુ–દ્રવ્યનું સ્વરૂપ અનેક દષ્ટિએ વિચારાય અને વિવવિશાળતા વિચારી માનસસ્થયના પ્રસંગે એનાથી મેળવાય તે અધ્યાત્મશાંતિમાં એનું પર્યવસાન થાય. આ વિચારણા–ભાવના એ શાંતસુધારસપાન છે. એ અમૃત વિરલ છે, પણ મળે ત્યારે અપ્રતિમ આત્મત્કર્ષ દેનાર છે. એમાં અંતરઆત્મા પ્રસન્ન થઈ પ્રવેશે એ આપણું પ્રેરણા, ઈચ્છા અને ભાવના હોય. લોકભાવના અનેક પ્રકારે ભાવવી શક્ય છે. જે માગે પોતાનો વિકાસ થાય તે રસ્તે તેને ઉપયોગ કરવો. સુધાપાન કરવાની આ તક બરાબર લેવી અને લઈને સાધ્ય તરફ પ્રયાણ કરવું એ શ્રી વિનયવિજય ઉપાધ્યાયને ઉપદેશ પિતાના આત્મા તરફ છે તે આપણે આપણું ચેતનજી સમક્ષ ધરવો અને આદર્શ સ્પષ્ટ કરી પ્રગતિને માગે ચડી જવું.
इति लोकस्वरूपभावना.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org