________________
લેન્કસ્વરૂ૫ભાવન્ના
૧૦૩ કે આ રખડપાટે ક્યાં સુધી ચલાવ્યા કરે છે? આ રખડપાટાનું સ્વરૂપ જ્યાં સુધી સમજવામાં ન આવ્યું ત્યાં સુધી તે ગમે તેમ ચલાવ્યું, પણ હજુયે એમ ને એમ ચલાવવું છે કે રસ્તા ફેરવો છે? એ આ ભાવનાને કેંદ્રસ્થ વિચાર છે. જે ચકજમણનો કંટાળો આવ્યો હોય, જે નિગદની સ્થિતિથી ત્રાસ થયે હોય, અનંત ભવોમાં બહારના કેઈએ જાણ્યા કે ભેગ
વ્યા કે સંધ્યા નથી એવા અનંતા અપ્રસિદ્ધ ભવો કર્યા છે એ વાત હૃદયમાં બેઠી હોય તે હવે કાંઈક ચેતો, અને ચેતીને કાંઈક એવું કરો કે જેથી તમારે માર્ગ સીધો અને સાધ્યસન્મુખ થઈ જાય. હજુ આંટા માર્યા જ કરવા હોય તો તે સવાલ રહેતો જ નથી, બાકી દશા ફરી હોય અથવા ફેરવવા ચગ્ય છે એમ લાગ્યું હોય તો અત્યારની હાયવરાળનો હવે છેડે લાવો. કર્મથી ઘેરાયેલા આત્માને પણ પુરુષાર્થ શક્ય છે, એ અનંત શક્તિને ધણી છે અને જ્યારે તે જાગે ત્યારે તે કર્મના ભુક્કા કરી નાખે એવી અમેઘ શક્તિ નિસર્ગિક રીતે એનામાં ભરેલી છે એ વાત અંદર બરાબર જામવી જોઈએ અને જાણ્યા પછી નિર્બળ થઈ બેસી રહેવું ન જોઈએ. એ તો તજવી ત્યારે એક એક શું તજવી? આ ભાવ મનમાં હોય અને ચેતનજી ઉઠે ત્યારે એ ખેળથી ભરેલો દેહ જોતો નથી કે સ્નાન પૂરું કરવાની રાહ જેતા નથી. એ ભડવીર છે, લોકાગ્રે પહોંચવાની શક્તિથી સંપન્ન છે અને અનંત તેજને ધણું છે. એ જાગે એટલે પુણ્ય પ્રભાવ જાગે, એ ઉઠ્યો એટલે રસ્તો સાંપડ્યો, એ ચાલે એટલે વિકાસ, વિકાસ અને વિકાસ જ થાય. માત્ર એની દોરવણી સમ્યગ પ્રકારની હોવી જોઈએ અને એને પ્રગ રાગદ્વેષ પર વિજય મેળવવાની ભાવનાથી થયેલો હે જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org