________________
૧૦૨
શ્રી શાંતસુધારસ અને જીવને આધારે શરીર, શરીર પૈકી એક કામણ શરીર, કાર્પણ શરીર એટલે કર્મોને સમૂહ. લોકની આ પ્રમાણે સ્થિતિ છે. એની પહોળાઈની દષ્ટિએ એ નીચેથી ઉપર ચડતાં એક એક આકાશપ્રદેશ ઓછો થતો આવે છે. એના પૃથ્વી પરના યુગલિક ક્ષેત્રો ને અંતરીપ સુંદર હોય છે. એની કર્મભૂમિ તથા અકર્મભૂમિ વિવક્ષિત છે. એના અસંખ્ય દ્વીપ સમુદ્ર પૈકી આઠમા નંદીશ્વર દ્વીપનાં મહેન્સ જેવા મન થઈ જાય તેવું છે અને એનો છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધા રાજને રેકીને રહેલો છે.
ઉપર જ્યોતિશ્ચક આવે છે. બાર દેવલોકના વૈભવ, સામાનિક દેવોની અદ્ધિ, દેવભૂમિની વિશાળતા, રૈવેયકના સુખી દે, લોકાંતિકના દેવે અહીં આવી તીર્થાધિરાજને તીર્થ પ્રવતાવવા વિજ્ઞપ્તિ કરે છે તે અને વૈમાનિક દેવને માનસિક આનંદ, સર્વાર્થસિદ્ધના દેવોની સુખશા, કેવળી ભગવાનને તેઓનાથી થતી મનવડે પૃચ્છા-એ સર્વને વિચાર કરવાનો છે.
એ સર્વના મૌલિસ્થાને રહેલા સિદ્ધના અનંત અવ્યાબાધ સુખનું તથા સિદ્ધશિલાનું વિભાવન કરતાં ચિત્ત સ્થિર થઈ જાય તેમ છે, આમા અનુપમ દશા અનુભવે તેમ છે અને પરમ અધ્યાત્મ શાંતિનો અહીં સાક્ષાત્કાર થાય છે. આ રીતે તે સ્થાનનું વિભાવન કરવું.
તે તે સ્થાનમાં વર્તતા ભાવનો વિચાર કરતાં લોકની વિશાળતા બરાબર મને મંદિરમાં જામી જાય છે. એમાં હાસ્ય ને શંગાર રસ વધારે છે કે એમાં કરુણુ, બીભત્સ અને રૈદ્ર રસ વધારે છે? તેને અત્ર વિભાગ પાડે. એવિવેચન કરતાં જે સંસાર ઉપર કાંઈ પણ આસક્તિ ઓછી થાય તે પછી વિચાર આવશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org