________________
લાક સ્વરૂપભાવના
૧૦૧
રમાં ફરનારા છીએ અને અહીં મનુષ્યલોકમાં જે વૈવિધ્ય જોઇએ છીએ તે આપણુને નમાવી દે અને વિચારમાં નાખી દે તેવું છે. માત્ર યુવાનીની મસ્તીમાં તણાઇ ન જઈએ અને વસ્તુસ્વરૂપ જોવાને અભ્યાસ પાડીએ તે અહીં પારવગરનાં પ્રસંગા નજરે પડે તેમ છે. જો એવા પ્રસગેાનાં પત્રક ભરીએ તા આવા અનેક ગ્રંથા ભરાઇ જાય. પણ એ બીનજરૂરી છે, કારણ કે આપણા દરરેાજના અનુભવના એ વિષય છે.
જીવને કદાચ દેવસુખ લલચાવનારા લાગે, પણ અંતે એને છેડા આવે ત્યારે માથાં પછાડવાં પડે છે એ સમજ્યા માદ જો સુજ્ઞ હાય તા તેને પણ વાંછે નહિ. મનુષ્યનાં સુખા કેવાં છે, તે તા આપણે જોઇએ છીએ. વાસ્તવિક સુખી માણસ શેાધ્યા જડે તેમ નથી અને બહારથી સુખી દેખાતાને સુખી માનવા એના જેવી બીજી કેાઈ ભૂલ નથી, કદાચ સહજ વૈભવ મળી ગયેા હાય તેા તે પશુ એટલાં ઘેાડાં વર્ષ માટે છે કે અન ંત કાળની ગણનામાં તેને તેા તદ્ન ખાજુએ જ મૂકી દેવાય. નારકીનાં દુ:ખાનું વર્ણન કરતાં ત્રાસ ઉપજે છે. એ પર વિવેચનની પણ હવે જરૂર નથી. તિય ચ પંચેન્દ્રિયની પરાધીનતા અને માકીની ચારે ઇંદ્રિયવાળા જીવાનુ અજ્ઞાન વિચારતાં એક પણ એવુ સ્થાન જડે તેવું નથી કે જ્યાં પ્રાણી ઇચ્છા ધરી, હાંશ રાખી રહેવા મન કરે. આવા આ લાક છે!
એની ભાવના ભાવવા માટે પ્રથમ એનું સંસ્થાન વિચારવું. આકાશને આધારે તનુવાત રહે છે તેને આધારે ઘનવાત રહે છે, ઘનવાતને આધારે ઘનેાધિ છે અને તેને આધારે પૃથ્વી રહે છે. પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org