________________
લેન્ક સ્વરૂપ ભાવના
એ ઘટે છે? અને એ કેને માટે? કેટલા વર્ષને માટે ? અને છતાં ચારે તરફ જોઈએ તે નાનામાં નાની માલિકીની ભાંજગડે અને ગુંચવણેને પાર નથી અને મારું-તારું કરવામાં આપણું નાની જિંદગી પૂરી થઈ જાય છે અને છેવટે ઉઘાડેખાલી હાથે ચાલ્યા જવું પડે છે ત્યારે એ સર્વ માલેકી, હક્કો, કબજાઓ અને વેરઝેર અહીં રહી જાય છે. એ રીતે અનેકને મૂકી જતાં જયાં અને આપણે પણ જરૂર જવું છે, છતાં અધ્યાસ છૂટતો નથી અને પ્રસંગ આવે ત્યારે આપણે પણ બાંહા ચઢાવી ટટ્ટાર થઈ જઈએ છીએ, એ વાતની ના પડાય તેમ નથી. આ સર્વ રમત કઈ જાતની છે તે ખાસ વિચારવા છે.
ઉપાધ્યાયશ્રીએ આખી ભાવનાનું રહસ્ય બહુ યુક્તિસર બતાવ્યું છે. એના બે સ્થાન મુખ્ય છે. પરિચયમાં આ (૭) લેક અને અષ્ટકની છેલ્લી પાંચ ગાથાઓ. પ્રથમ મુ એ છે કે સમજુ માણસ–વિશિષ્ટ જ્ઞાનવાળે પ્રાણી આ લોકભાવના ભાવે તે એને માનસāય પ્રાપ્ત થાય છે. આ કેમ બને ? લેકપુરુષ એ કાંઈ ચિત્ર નથી, એ તો ખ્યાલ આપવા માટે તૈયાર કરેલ ચિત્ર છે, પુરુષાકાર છે; પણ એ લેક નાનો નથી. એની લંબાઈ પહેળાઈને ખ્યાલ બરાબર કરવામાં આવે અને એની ઊંચાઈ વિચારવામાં આવે તો અક્કલ છક્કડ ખાઈ જાય તેમ છે. એ લેક, એનાં સ્થાને, એમાંનાં જીવે, એનાં જંગલે, એનાં શીત પ્રદેશે, એનાં ઉષ્ણ પ્રદેશે, એનાં વૈભવ, એનાં દુઃખે, એનાં કારાવાસ, એનાં રાજભુવને, એનાં માળે, એની નદીઓ, એનાં સરેવરે, એનાં પર્વતે, એનાં જળચરે, એનાં સ્થળચરે, એનાં ખેચરે, એના સર્પો, એની વનસ્પતિ ઈત્યાદિ સર્વને વિચાર કરતાં અક્કલ હાથમાં રહે તેમ નથી. એની વિચારણા કરવામાં ખાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org