________________
શ્રી શાંતસુધારાસ હણિ, ક્ષેત્રસમાસ આદિ પ્રકરણે અને સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ આદિ સૂત્ર ગ્રંથ છે. એ ઉપરાંત અનેક ગ્રંથોમાં કાલોકનું સ્વરૂપ બતાવ્યું છે. એ સ્વરૂપ એ ગ્રંથથી સમજી લેવું. આ યુગમાં ભેગેનિક બાબતોને મેળ ખાતા નથી. તેમાં આપણે અ૯પ અભ્યાસ, સાધનોની અલ્પતા અને એ વિષયની શોધખોળની અપેચ્છા મુખ્ય કારણ છે. એ વિષયની ચર્ચામાં આપણે નહિ ઉતરીએ. એ ઘણું વિશાળ વિષય છે. એક ખગ્રાસસૂર્યગ્રહણ જેવા જે દેશે લાખે રૂપિયા ખરચી શકે અને જેને ત્યાં અનેક સાધનસંપન્ન મહાન વેધશાળાઓ હોય તે એવા વિષય પર વિચાર કરવા યોગ્ય ગણાય. આપણે તો હજુ એ વિષયની બારાક્ષરી શિખવામાં છીએ. આપણે તો અહીં જે સ્વરૂપ બતાવ્યું છે તે સમજવા પૂરતો પ્રયાસ કરવાની જરૂર છે. એને મેળ મેળવવા અભ્યાસીઓ જરૂર પ્રયાસ કરશે એવી આશા રાખી, આપણે તે એની ભાવના કેવી રીતે ભાવવી અને તે દ્વારા આપણે વિકાસ કેવી રીતે સાધવે તે પ્રાસંગિક વિષય વિચારીએ. આ ગ્રંથને ઉદ્દેશ શાંતરસની રેલછેલ કરવાનું છે તે આપણે કદી ન વિસરીએ. અન્ય ચર્ચાને આ ગ્રંથમાં સ્થાન નથી.
લોકની વિશાળતા, એમાં રહેલા અનંત છે, તેમાં રહેલા તિર્યશ્લોકનું તદ્દન નાનું સ્થાન, એવા નાના તિય (મર્ય) લોકમાં અસંખ્ય દ્વીપસમુદ્ર, એમાં સર્વથી નાને જબદ્વીપ, એના ૧૯૦ મે ભાગે ભરતક્ષેત્ર, તેમાં છ ખંડ, તેનો પણ નાને ભાગ અને તેના એક વિભાગમાં આપણી પાસે સે, બસ કે બે ચાર હજાર વાર જમીન હોય એની ખાતર આપણે શું શું કરીએ છીએ ? એના ઝગડા, એના હકકોના સવાલ, એની હદની તકરાર અને એની માલીકીની પંચાતે–આ સર્વ શેભતી વાત છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org