________________
લોકસ્વરૂ૫ભાવના
૯૭
તે તમારા રસ્તા સુધરી જશે. પ્રણામ કરવામાં બે વાત છે એક આદર્શ તરીકે તેમને સ્વીકાર અને બીજું તેમના બતાવેલા માર્ગે વહન.
એ ભગવંતે શાંતસુધારસના પાનનું દાન કરીને અનેક પ્રાણુંઓને રક્ષણ આપ્યું છે. જે પ્રાણીઓ શાંતસુધારસના પાનનું દાન ઝીલે છે, જે ભગવાનના એ અતિ શાંત ઝરણાને ઝીલવાને વિનય કરે છે તે પ્રાણ આ રખડપટ્ટીથી બચી ગયા છે, એવા અનેક પ્રાણીના દાખલાઓ નોંધાઈ ગયેલા છે. તમને પણ એ ઈચ્છા થઈ હોય અને તમે ઉપર નીચે અને આડાઅવળા આંટા મારવાથી થાક્યા હો તો આદર્શ બદલી નાખો અને શાંતરસના પાનને વિનય કરી આનંદ કરે. આખા લોકનો વિચાર કરશે તો જરૂરી વિનય પ્રાપ્ત થઈ જશે અને એક વાર એ માગે ચડી ગયા તે પછી કાર્યસિદ્ધિ થઈ જશે.
લેકસ્વરૂપ” ભાવના એટલી વિશાળ છે કે એના અંતરમાં બાકીની સર્વ ભાવનાનો સમાવેશ થઈ જાય. આ જીવનમાં જે અનિત્યતાદિ ભાવે વિચારવા એગ્ય છે તે સર્વ લોકમાં જ બને છે. એ રીતે આ ભાવના સર્વતે વિશાળ છે. - લેક અને અલકનું સ્વરૂપ વિચારીને પછી લેકની અંદર ઉતરી જવાથી આ ભાવનાનું રહસ્ય પ્રાપ્ત થાય એ રીતે લોકનું સ્વરૂપ “પરિચય ” માં વર્ણવવા પ્રયત્ન થયો છે. સામાન્ય રીતે આ ગણિતાનુગનો વિષય છે. એને માટે ખાસ લેકનાલિદ્રાત્રિશિકા પ્રકરણ છે. તદુપરાંત બૃહત્ સંગ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org