________________
૬
શ્રી શાંતસુબ્બારસ વાર જપે ન હોય કે અનંત વાર મરણ પામ્યું ન હોય.” આવી રીતે જન્મ-મરણના ચકકરે ચઢેલા સંસારમાં ફરતા સર્વ પ્રાણીઓને આ લેકને, તેના સ્થાનને, તેના ભાવને અને તેના હર્ષ વિષાદને ચિરકાળથી અનેક વખત પરિચય થયેલો છે. એણે સર્વ સ્થાનમાં આંટા માર્યા છે, એણે સર્વ નદીનાં પાણી પીધાં છે, એ પર્વતે પર્વત અને જંગલે જંગલ રખડ્યો છે, એણે પારવગરના ભાગે ભેગવ્યા છે, એણે ઠંડી ગરમીનાં અપાર દુઃખે સહન કર્યા છે, એણે પરાધીનતાએ ભૂખતરસ સહ્યાં છે, એણે માણવામાં બાકી રાખી નથી અને રડવામાં પણ બાકી રાખી નથી.
૮. હવે જો આ આંટા મારવાથી થાક્યા હો, હવે તમને એ આંટા મારવામાં દુઃખ જણાતું હોય, જે તમને એ ચક્રપરિભ્રમણને કંટાળો આવ્યો હોય તે તમારા રસ્તા બદલો, તમે તમારા આદર્શો ફેરવી નાખો અને તમારી ચર્ચાની આખી દિશા બદલી નાખે. તમે અત્યાર સુધી ભૂલ્યા, પરને પોતાનું માન્યું, થોડા વખતનાં વાસને ઘરનાં ઘર માન્યા અને પંખીના મેળાને કુટુંબ માન્યું. તમારે જવું છે કલકત્તે અને તમે રસ્તે લીધો છે મદ્રાસને. આ વાત નભે નહિ, આમાં કાંઈ તમારા આંટા બંધ થાય નહિ અને આમાં કાંઈ સાચે માર્ગ સાંપડે નહિ.
જે તમારે એ પરિભ્રમણનો છેડો લાવવો હોય તે તમારા આદર્શ તરીકે જિનેશ્વર દેવનું સ્થાપન કરે. એમને નમે એટલે એને તમારા હૃદયચક્ષુ સન્મુખ રાખે. એમણે માર્ગ પર ચડી પિતાનો રસ્તે શેળે છે અને તે આદશે તમે ચાલશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org