________________
લેશ્વસ્વરૂ૫ ભાવગ્ના
૯૫ કોઈ સ્થાને હાડકાં ભાંગી જતાં હોય છે, કેઈ સ્થાનકે ચાબખાપણ પડતાં હોય છે અને આવાં અપરંપાર દુઃખ, ગ્લાનિ શોક, સંતાપ તેમજ વિષાદથી ભરપૂર સ્થાનકો હેાય છે.
મુંબઈ જેવા શહેરમાં મરણની ઠાઠડીની પડખે મોટા વરઘોડા જોવામાં આવે છે અને એક જ માળામાં મરણના છાજીઆ ગવાતાં હોય ત્યાં થોડી ઓરડી પછી લગ્નના ગીત ગવાતાં સંભળાય છે. ભર્તુહરિ કહે છે કે “કઈ જગ્યાએ વીણાના અવાજ અને કોઈ જગ્યાએ હાહાકાર રુદન, કઈ જગ્યાએ વિદ્વાનોની ચર્ચા અને કોઈ જગ્યાએ દારૂના પીઠાને મસ્ત કલહ તે કઈ જગ્યાએ રમ્ય સ્ત્રી અને કોઈ સ્થાને અતિ કદરૂપી સ્ત્રીઆવું આવું જોતાં સમજ પડતી નથી કે આ સંસાર તે વિષમય છે કે અમૃતમય છે!” આ સર્વ ભાવો લેકમાં દેખાય છે. એમાં નારકોના ત્રાસ ઉમેરીએ એટલે વર્ણન વધારે ગંભીર બને છે. આવા અનેક પરસ્પર વિરુદ્ધ દેખાવોથી ભરપૂર આ લેક છે.
૭. ઉપરની હકીકતમાં કાંઈ નવીન નથી. સર્વ પ્રાણીઓને આવા અનેક ભાવોને અને અનેક સ્થાને અનેક વાર પરિચય થયેલો છે. અનાદિ કાળથી આ જીવ–પ્રત્યેક સંસારી જીવ રખડ્યા કરે છે. એ એક સ્થાનકે ઉત્પન્ન થઈ ત્યાં ઘરબાર વસાવે છે, શરીરને પિતાનું માને છે, મનુષ્ય હોય તે છોકરા, હૈયા, કુટુંબ-કબિલાવાળે થાય છે અને પાછો મમત્વ છોડીને (ખુશીથી અને ઘણુંખરું પરાણે ) વળી બીજે ઘરબાર જમાવે છે. શરીરને તો એ પિતાનું જ ગણે છે. શાસ્ત્રવિદે કહે છે કે “ એવી કઈ જાતિ નથી, એવી કઈ યોનિ નથી, એવું કે સ્થાન નથી કે એવું કોઈ કુળ નથી જ્યાં આ જીવ અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org