________________
શ્રી શાંતસુધારસ
અતીત, અનાગત અનંત સમયે એના પર્યાય છે. આ માટે ચર્ચાને વિષય છે. કાળનું સ્વરૂપ ને વર્તના સર્વ સ્વીકારે છે. એને જુદા દ્રવ્ય તરીકે માનવામાં આવે કે નહિ તે પ્રશ્નમાં આપણે નહિ ઉતરીએ. લેકમાં કાળ વતે છે, અલોકમાં કાળ વર્તતો નથી. આ સંબંધમાં બે મત નથી. સમજવાની વાત એ છે કે એ લોકનું માન ગણત્રીથી અતિક્રાન્ત હોવા છતાં એની સીમા-મર્યાદા સુઘટિત છે. આવા અપાર અભુત લેકરૂપ વિશ્વને વિચાર કરો. અનંત આકાશ સામે જોઈ તારા, ગ્રહ, ચંદ્રવિગેરેને વિચાર કરી વિશ્વની વિશાળતા વિચારવી અને એના વિસ્તારને ખ્યાલ કર.
૩. વૈદ રજજુ લાંબે લેક આકાશમાં રહેલો છે. એ આકાશના અસંખ્ય પ્રદેશ છે. જેનાથી નાને ભાગ ન થઈ શકે તેવા વિભાગને પ્રદેશ કહે છે. આકાશપ્રદેશની સંખ્યા “અસંખ્ય” છે. અસંખ્યને ખ્યાલ ચોથા કર્મગ્રંથમાં વિસ્તારથી શ્રીદેવેંદ્રસૂરિએ ચાર પાલાની કલ્પના કરીને આવ્યો છે.
તીર્થકર કે સામાન્ય કેવળી (જિનેશ્વર અથવા જિન) કેટલીક વાર મેક્ષ જવા પહેલાં કેવળી સમુદઘાત કરે છે. એમાં આઠ સમય લાગે છે. એથી ઘણાં કર્મો ખરી જાય છે. પ્રત્યેક આત્માના પ્રદેશ અસંખ્ય છે અને તેની કુલ સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી છે. કેવળી ઉપર જણાવ્યું તે સમુદ્રઘાત કરે ત્યારે લોકાકાશના પ્રત્યેક પ્રદેશ પર પિતાને એક એક આત્મપ્રદેશ સ્થાપન કરે છે. પહેલે સમયે એ દંડ કરે છે, બીજે સમયે કપાટ કરે છે, ત્રીજે સમયે મંથાન કરે છે અને ચોથે સમયે આંતરા પૂરે છે. ચોથા સમયે તે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org