________________
લકસ્વરૂપભાવ-ન્ના
૮૭
અધ્યાત્મ સુખની પ્રસૂતિ સાહજિક છે. મનની અસ્થિરતા દૂર થઈ એટલે આત્મા સ્થાને આવી જાય છે. બાહા ભાવ તજી એ અંતરમાં ઉતરે અને ત્યાં એની સ્થિરતા થઈ એટલે એને તત્ત્વનુસંધાન થતાં વખત લાગતો નથી. લેકસ્વરૂપમાં શું વિચારવાનું છે તે હજુ ગેયાષ્ટકમાં કહેવાનું છે. એ રીતે વિચારતાં વિકાસ સત્વર અને સ્પષ્ટ છે. અંદર ઉતરી જવા અત્ર આમંત્રણ છે. વિજ્ઞ–સમજુ પ્રાણી આ નોતરું જરૂર સ્વીકારે.
અહી “વિવિભક્તિ” શબ્દ વાપર્યો છે તે ખૂબ સમજવા એગ્ય છે. પૃથક્કરણ–વિવેચન વિવેકપૂર્વક કરવું એ એને આશય છે. લેકસ્વરૂપ સંબંધી અનેક મતભેદ છે. પૃથ્વીના આકાર સંબંધી તકરારે છે. આ ગુંચવણમાં ઉતરવાની અહીં જરૂર નથી. એ માટે સાધનો અને અભ્યાસ સુલબ્ધ પણ નથી, પણ પૃથ્વી અને આકાશ ઘણું વિશાળ છે અને આપણું સ્થાન એમાં તદ્દન નાનું છે એ આપણે વિચારવાનું છે. આ વાતમાં બે મત પડે તેમ નથી. સદાચારી જીવન, ઉચ્ચ ભાવના, માનસધૈર્ય, અધ્યાત્મભૂમિમાં પ્રવેશ અને પ્રવાસ એ સર્વ સુવિદિત વાત છે અને સર્વ કાળમાં આદરણીય છે. આપણે ગમે તેવા મોટા હોઈએ તો પણ અનંત વિશ્વમાં કેવળ અણુમાત્ર છીએ અને આપણે મેક્ષ આપણે આપણા પ્રયત્નવડે જ સાધી શકીએ છીએ. આ સર્વ બીનતકરારી મુદ્દા પકડી લઈ, આપણે વિકાસ જે માગે થાય તે આદરી લે સર્વ દષ્ટિએ એગ્ય છે. આપણે આ દષ્ટિએ એ મુદ્દો પકડી લઈએ. એમાં કઈ કઈ મુદ્દા ખુબ ભવ્ય છે અને ખાસ અંદર ઉતરી જાય તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org