________________
લોક સ્વરૂ૫ ભાવના
નિયતિ એ અનાદિ લેકસ્થિતિ છે; અર્થાત્ સર્વાએ જે પ્રમાણે જ્ઞાનમાં દીઠું હોય તેમજ બને છે–તેમાં ફેરફાર થતો નથી. આ પાંચે સમવાયી કારણે એકઠાં થાય ત્યારે કાર્ય બને છે. લેકમાં પ્રત્યેક કાર્ય આ પાંચ કારણેને આધીન રહે છે. એમાં પ્રાધાન્ય કેઈપણ વખતે એક કારણનું હોય છે, બીજા કારણ ગણ હોય છેપરંતુ પાંચે એકી વખતે હાવા જ જોઈએ.
આ સંસારમાં કમવૃત પ્રાણી જે નાટક ભજવે છે તેનું વર્ણન શું કરીએ ? એના વિવિધ નાચ એટલે આખી દુનિથાનો ઈતિહાસ. દુનિયામાં બનતે કઈપણ બનાવ લઈએ કે ઐતિહાસિક કેઈ ચરિત્ર વાંચીએ તો તેમાં નાટક સિવાય કાંઈ દેખાશે નહિ. આ આખી દુનિયા રંગભૂમિ છે અને પ્રાણીઓ તેના પાત્ર છે. એમાં વિચિત્ર શરીરે, આકૃતિઓ, સ્વરે, રૂપ, આકાર, ભાષા, સુખ, દુ:ખ, અભિમાન, અભિનિવેશ, કપટ, ચાતુર્ય, ખેદ, મોહ, પ્રેમ, આક્રમણ, આતાપના, કીર્તિ, અપયશ વિગેરે સર્વ બાહ્ય અને આંતરિક ભાવે, દેખા અને આવિશ્નમણે થાય છે તે સર્વ નાટકો છે. ભવપ્રપંચ એટલે સંસારનું નાટક. એને ભજવનારા અને પુગળે. પુગળ પરમાણુમાં ચેતનાશક્તિ ન હોવા છતાં અચિંત્ય શક્તિ હોય છે અને તેમાં તરતમતા પણ હોય છે. આપણી આસપાસ જે રમત ચાલી રહી છે તે નાટક જ છે, આપણે પોતે પણ નાટકનાં પાત્રો જ છીએ અને આ આખું વિશ્વ એ રંગમંડપનાટ્યભૂમિ છે. એમાં પડદા પડે છે, ઉપડે છે અને નાટક પ્રત્યેક જીવ આશ્રયીને અને સમુચ્ચયે નિરંતર ચાલ્યા જ કરે છે. આ નાટકનો તાદશ્ય ખ્યાલ શ્રી સિદ્ધર્ષિગણિએ પિતાના અદ્ભુત ચાતુર્યથી શ્રી ઉપમિતિભવપ્રપંચો કથા ગ્રંથમાં આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org