________________
૮૪
શ્રી શાંતસુધારસ
આત્મા કર્તા, ભક્તા, જ્ઞાતા છે, ચેતનરૂપ છે, યેગ્ય પુરુષાર્થથી તે સિદ્ધ થઈ શકે છે અને એના મૂળ અસલ સ્વરૂપે પહોંચી શકે છે. એના ગુણ પર્યાય પર અગાઉ વિસ્તારથી વિવેચન થઈ ગયું છે. ' લેકમાં આ છ દ્રવ્ય છે. એ પૂરે થાય ત્યારે અલેક આવે છે. એ અનંત છે. એમાં માત્ર આકાશ છે. ત્યાં બાકીનાં દ્રવ્યોને સ્થાન નથી. લોક અને અલકને તફાવત એ જ છે કે લોકમાં પદ્ધવ્ય છે, અલોકમાં માત્ર આકાશ જ છે. સમય અને આકાશ Time & Space ના પ્રશ્નનો જૈન દર્શનમાં ખૂબ વિસ્તારથી ચર્ચાયા છે.
. ૬. આ લેકપુરુષમાં જીવે છે. એ છે અને પુદુંગળે અનેક પ્રકારનાં નાટક કરી રહ્યા છે. પુદ્ગ સ્પર્શ, રૂપ, રસ, ગંધને લઈને નાના પ્રકારના વેશો કાઢે છે. જીની વિવિધતાને પાર નથી. એ પોતપોતાનાં પાઠે રંગભૂમિ ઉપર ભજવે છે અને પર્યાય પલટન કરી નવાં નવાં રૂપ ધારણ કરે છે. એને નાટક કરવામાં પાંચ કારણે સહાય કરે છે. એને સમવાયી કારણ કહેવામાં આવે છે. તે કાળ, સ્વભાવ, ઉદ્યમ, કર્મ અને નિયતિ છે. કાળ એટલે એ પ્રમાણે વસ્તુ બનવાનો સમય પાક જોઈએ, જેમકે આંબા ગરમીમાં જ ફળે છે, પ્રસૂતિ લગભગ નવ માસે જ થાય છે વિગેરે. કાળ પાડ્યા છતાં ઉદ્યમ–પ્રયત્ન તો કરે જ પડે. બેસી રહેવાથી કાંઈ વળે નહિ અને ત્રીજી વાત એ છે કે વસ્તુસ્વભાવ તેવો હવે જોઈએ. ઘઉં વાવી બાજરાની આશા વ્યર્થ છે. વળી કર્મ એટલે પૂર્વે બાંધેલા કર્માનુસાર જ ફળપ્રાપ્તિ થાય છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org