________________
શ્રી શાંતસુધારસ
- એ નારકી છત્રાકારે છે. એક ઉંધા છત્ર ઉપર બીજું નાનું છત્ર મૂકયું હોય એ રીતે છે. એમાં મેટામાં મેટું છત્ર નીચે છે. ઉપર નાનું નાનું થતું આવે છે. અથવા રામપાત્ર–શરાલાને ઊંધું મૂક્યું હોય તે આ અધોલેકને આકાર છે.
સાતે નરકમાં નરકાવાસ છે તેની કુલ સંખ્યા ૮૪ લાખની છે.
નારકોનાં દુઃખાનું વર્ણન કરવું અશક્ય છે, વાંચતાં ત્રાસ ઉત્પન્ન થાય તેવું છે. એના રહેવાનાં સ્થાને અને કલહો એવાં હોય છે, એની ભૂમિકા એવી શીત ને ઉષ્ણ હોય છે અને એનાં વર્ણન એવાં આકરાં છે કે વાંચતાં અરેરાટી ઉદ્દભવે. આવો અલક છે.
આ લોકમાં પ્રથમ નારકીને પૃવીપિંડ ૧૮૦૦૦૦ જોજન છે. તેમાં ઉપર નીચે એક–એક હજાર જેજન મૂકતાં બાકીના ૧૭૮૦૦૦ એજનમાં તેર પ્રતર છે અને ૧૨ આંતરાં છે. એમાંથી વચ્ચેના દશ આંતરામાં ભુવનપતિ દેવનાં સ્થાને છે. એના દશ પ્રકાર છે. એના વીશ ઈંદ્રો છે. આ એક જાતિના દેવે છે પણ એમનાં સ્થાન અધોલેકમાં છે.
ઉપર જે એક હજાર જેજન મૂક્યાં તેમાંથી ઉપર નીચે સે સો જેજન મૂકતાં વચ્ચેના ૮૦૦ જેજનમાં વ્યંતર દેવના નિવાસસ્થાન છે અને ઉપરના સ જે જન મૂક્યા તેમાં ઉપર નીચે દશ દશ જોજન મૂકી દેતાં બાકીનાં ૮૦ જેજનમાં વાણવ્યંતર દેવેના નિવાસસ્થાન છે. વ્યંતરો તિછલકમાં પણ અનેક સ્થાને રહે છે.
૨૪. ૨. અલેકની ઉપર તિર્થક આવે છે. એનો વિસ્તાર એક રજજુપ્રમાણ છે. એમાં અસંખ્ય દ્વીપસમુદ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org