________________
લેક સ્વરૂપ ભાવગ્ના
૭
નથી. ત્રીજી પરમાધામીકૃત વેદના છે. એ અધમ દેવો નારકને ત્રાસ આપવામાં આનંદ લેનારા તેમજ ક્રૂર સ્વભાવવાળા છે. આવી ત્રણ પ્રકારની વેદના અતિ આકરી હોય છે.
ચેથી નારકીનું નામ પંકપ્રભા, એમાં કાદવ વિશેષ છે. પાંચમી નારકીનું નામ ધુમપ્રભા એમાં ધુમાડે વિશેષ છે. છઠ્ઠી નારકી ત:પ્રભા એમાં અંધકાર છે. સાતમી નારકી તમસ્તમપ્રભા એમાં ઘોર અંધકાર છે. પછવાડેની ચાર નારકીઓમાં અન્યકૃત અને ક્ષેત્રવેદના હોય છે. પરધામીકૃત વેદના હોતી નથી.
સાતે નારકોના નામ અનુક્રમે ૧. ઘર્મા, ૨. વંશા, ૩. શિલા, ૪. અંજના, ૫. રિષ્ટા, ૬. મઘા અને ૭. માઘવતી છે.
આયુષ્યપ્રમાણ–જઘન્ય દશ હજાર વર્ષ. ઉત્કૃષ્ટ પ્રથમ નરકના નારકેનું એક સાગરોપમ, બીજીનું ત્રણ સાગરોપમ, ત્રીજીનું સાત સાગરોપમ, ચોથીનું દશ સાગરોપમ, પાંચમીનું સત્તર સાગરોપમ, છઠ્ઠીનું બાવીશ સાગરોપમ અને સાતમીનું તેત્રીશ સાગરેપમ છે. પ્રથમનું ઉત્કૃષ્ટ તે દ્વિતીયનું જઘન્ય એમ ઉત્તરસર સમજી લેવું.
સાતમી નારકીની પહેળાઈ સાત રજુપ્રમાણ છે. પ્રથમ નરકથી તે સાતમી નરક સુધી ઉત્તરોત્તર લંબાઈ પહોળાઈ વધતી આવે છે અને છેવટે લેકપુરુષના પગ આગળ ખુબ લાંબી પહોળી થાય છે. સાતમી નારકીની નીચે પણ ઘનેદધિ, ઘનવાન અને તનુવાત આવે છે અને છેવટે આકાશ આવે છે. ત્યાં લોકને છેડે આવે છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org