________________
અનિત્ય-ભાવના.
રમાં અટવાયા કરે છે, તેને વળગતુ જાય છે અને તેમાંથી સાર મળી આવશે એવા વલખામાં લાલચે એ ઢગાઇ રહે છે. એને સંસારના પ્રેમ છેડવા ગમતા નથી, છેડવાની એની વૃત્તિ નથી અને છોડવાના એના માર્ગો નથી. એ અનિત્ય વસ્તુને ઓળખતુ નથી, એનાં ઘરની ચીજોની કિમત જાણતુ નથી, એ આંખ ઉઘાડીને જોતુ નથી અને સંસાર સાથે લાગીવળગી રહી તેના ઉપરને રસ જરા પણ આધુ કરતું નથી એની સંસારની આસક્તિને ચિતાર આપ્યા હાય તા એમ જ લાગે કે એને અહીંથી કદી જવાનુ જ નથી અને એ તે જાણે અહીં ઘરબાર કરીને બેસી ગયેલ છે. આવું મારૂં મનડું છે. એ મનજીભાઈના તે ઘણા વખાણ કરવાના છે તે આગળ ઉપર યથાસ્થાનકે એકથી વધારે વખત થશે.
હવે જે ગીત શરૂ થાય છે તે અને પછીના સર્વ ગીતે ઘણી દેશીઓમાં ગાઇ શકાય છે. મુખ્યના નિર્દેશ પ્રત્યેક ગીતની નીચે નેટમાં થશે. એને અસલ રાગ-રાગણીમાં પણ ગાઈ શકાય છે. એની ગેયતા અદ્ભુત છે, રસમય છે અને ન બેસે તા જેને આવડે તેની પાસેથી યાદ કરી લેવા લાયક છે. પ્રત્યેક ગીત બહુ સારી રીતે ચાલુ દેશીમાં ગાઈ શકાય છે. એની સંખ્યા ૧૨+૪=૧૬ની છે અને દરેક અષ્ટક છે.
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org