________________
અનિત્ય ભાવના– ૪ ગેયાષ્ટક પરિચય
લેખક મહાશય આ આત્માને એના સર્વ સંબંધે, એના .. આનંદ ઉત્સવ કેવા છે? કેટલા વખતના છે? અને છેવટે કેવા પરિણામવાળા છે? તે બતાવવા ઈચ્છે છે. તેઓ એ સર્વ વસ્તુઓ અને ખુદ શરીર પણ અનિત્ય છે એમ બતાવી એને ઉંડે ઉતારી દે છે. તેઓ એ કાર્ય ખૂબ સરસ રીતે ગેયાષ્ટકમાં દર્શાવે છે તે આપણે જોઈએ.
ધ્રુવપદ–અરે ભાઈ ! તું તારા સગાસંબંધીઓની ચિંતા કર્યા કરે છે, તેનું શું થયું હશે? શું થશે? તેને વિચાર કરી મનમાં મુંઝાયા કરે છે. જેલમાં પડ્યો પડ્યો પણ છોકરાઓ, ભાઈઓ, વડિલે શું કરતા હશે એની ચિંતા કરે છે ! અરે ! તારી ચિતાની તે વાત શી કરવી ? જરા કોઈનું માથું દુ:ખવા આવે ત્યાં તે દોડાદેડ કરી મૂકે છે અને ડોકટરને ઉપરાઉપરી ટેલીફેને કરવા મંડી જાય છે. કોઈના લગ્નની, કેઈના સગપણની, કેઈની નેકરીની, કોઈના વ્યાપારની, કેાઈના કંકાસની, કેાઇની ખટપટની, કેઈની નિદાની, કોઈના ભવિષ્યની તું ચિંતા કરે છે અને મનમાં મુંઝાયા કરે છે. - તારી દુનિયા ઘણી નાની છે. તેની પ્રશંસા–નિદા માટે નિરંતર ગુંચવાયા કરે છે. તેઓની ચિંતા કરી તું અટવાયા કરે છે અને જાણે તારા વગર દુનિયા ચાલવાની નથી એ તું ખ્યાલ કર્યો કરે છે, પણ એ તારી મુંઝવણ તદ્દન નકામી છે-ફેકટ છે. શામાટે ખાટી છે? એ આપણે હમણા જ જેશું.
એવી જ રીતે તારા વૈભવની તું ચિંતા કર્યા કરે છે અને તેની ખાતર પાતળો પડી જાય છે. વૈભવ જાણે ચાલ્યા જશે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org