________________
અનિત્યભાવના.
અને ખસી જનાર છે. એ પણ ઇંદ્રજાળની કલ્પનાથી અનાવેલા નગર જે છે.
જ્યારે આ સંસારમાં આયુષ્ય ઘણું ચંચળ છે, સંપત્તિ સાથે આપત્તિ વળગેલી છે, ઇન્દ્રિયના વિષયે ચપળ છે અને વહાલાનું મિલનસુખ સ્વમા જેવું છે ત્યારે સમજુ માણસે આમાં આનંદ કયાં માનવ ? આનંદ માટે આપણે મહેનત કરી ધન મેળવીએ, પણ ત્યાં તો આપત્તિઓ સાથે જ આવે, છોકરાં કે સ્ત્રી વાસ્ત ઘર વસાવીએ ત્યાં તે એ કે આપણે ચાલ્યા જઈએ અને છેવટે આ જીવન પણ ઠેકાણા વગરનું અને ગમે ત્યારે રખડાવી પાડે એવું ! ત્યારે આ સ્થિતિમાં આનંદ કયાંથી મેળવે? આનંદ લેવા કોની પાસે જવું? એને કયાં છે ?
સુખ કયાં છે ? તેની શોધમાં આપણે નીકળ્યા છીએ, સુખી થવું એ આપણું મન:કામના છે; પણ જેનાથી, જેની ખાતર, જેના વડે અને જ્યાંથી સુખ મેળવવા માગીએ છીએ ત્યાં તો દુ:ખને પાર નથી, આનંદનું નામ નથી, સગવડનું ઠેકાણું નથી. ત્યારે આ સર્વ થોડા વખત રહેનારા પદાર્થો અને સંબંધ ઉપર આનંદ માટે આધાર રખાય ? આ સંસારમાં કઈ વસ્તુ એવી છે કે જેમાંથી અથવા જેદ્વારા પ્રાણ આનંદ મેળવવા માટે પ્રયત્ન કરે ? - શરીરની વાત કરી, સાંસારિક પદાર્થો અને સંબંધોની વાત કરી. હવે સ્થળ ભાવોની વાત કરી તેનું અલ્પસ્થાયિત્વ વિચારીએ.
(, ૩) સવારે જે કમળ આનંદ આપે છે તે સાંજે બીડાઈ જતાં આનંદ નથી આપતું. યુવાન બળદ દોડતો હોય ત્યારે જે આનંદ આપે છે તે ઘરડે થઈ જાય ત્યારે પાંજરાપોળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org