________________
શ્રી શાંતસુધારસ ટ્રામને આને મળતું નથી એવા જોયા. કેટિધ્વજને નોકરી કરતા જોયા અને હષ્ટપુષ્ટ શરીરવાળાને ક્ષયની બીમારીમાં રગદળાતા જોયા. ધનની, શરીરની કે કઈ પણ પ્રકારની સંપત્તિ સાથે વિપત્તિ લાગેલી જ છે. ધનવાન શેઠેને ઇન્કમટેકસને ગોટાળો કરતાં જેલની બીક લાગે છે અને વિશ્વાસઘાત ચોરી કરનારને જેલને ભય માથે છે. સ્થાવરજંગમ સર્વ વિભૂતિ ઉપર ભય રહેલ જ છે. એને મેળવતાં ઉપાધિ, જાળવતાં ઉપાધિ અને જાય ત્યારે કકળાટ. એટલે સંપત્તિ સાથે વિપત્તિઓ પ્રથમથી જ વળગેલી છે.
પાંચે ઇંદ્રિયના વિષયે સંધ્યા સમયે જેવાતાં આકાશના રંગ જેવા છે. આકાશમાં સવાર-સાંજ જુદા જુદા રંગ થાય છે, તે થોડા વખતમાં ખલાસ થઈ (ઉડી) જાય છે. ખાધું અને પેટમાં ગયું એટલે ખલાસ! જોયું અને ચાલી ગયું એટલે ખલાસ ! એ સર્વ વિષયે ટૂંકે વખત રહી ઉડી જનારા છે અને ગયા પછી હતા જ નહિ એવા થઈ જાય છે. સ્વમ આવ્યું, તેમાં રાજ્ય મળ્યું, શેઠાઈ કરી, આંખ ઉઘડી અને ખેલ ખલાસ ! ઈંદ્રજાળથી નગર બન્યાં, બાજી ખેંચી લેવાણું એટલે સર્વ ખલાસ ! વિજળીને ચમકારો થયે, ઝગઝગાટ થયા અને પછી અંધારૂં ઘેર ! મૃગતૃષ્ણના ઝાંઝવા પાછળ દોડ્યા, સ્થાને જઈને જોયું તે વાતમાં કાંઈ માલ નહિ ! ઇંદ્રિયના વિષચેની આ ખરી સ્થિતિ છે. “ચાર દહાડાનું ચાંદરડું અને ઘોર અંધારી રાત ” એ લોકોક્તિવાળી વાત છે.
પ્રિય મિત્ર, વહાલી સ્ત્રી, સગાંસંબંધીઓ વિગેરે સાથે મેળાપ પણ સ્વમ સરખે છે, ટૂંકે છે, થોડા વખતને છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org