________________
અનિત્ય-ભાવના.
રહેવાય? એ વાદળાની લીલા દર્શાવનાર ક્ષણભંગુર છે અને ચાલે તેટલે વખત જુવાનીના શાસકામાં નાથ વગરના બળદ જેવું અવ્યવસ્થિત છે.
સમજુ માણસને એ શરીર લાભકર્તા કેમ નીવડે ? પ્રગતિ કરનાર કેમ થઈ શકે ? એને આત્મવિકાસ કરનાર કેમ બનાવી શકાય ? એ વાત શોધી કાઢવી એમાં આ જીવનયાત્રાનું સાફલ્ય છે. શરીર વસ્તુત: શરીર જ નથી, તારું રહેવાનું નથી, છે પણ નહિ અને જુવાનીની પેઠે અવિનીત છે. એમાંથી સાર કેમ કઢાય? કાઢવાને રસ્તો શોધી કાઢે તેને અવતાર ધન્ય છે. બાકી એવા વાદળી રંગ જેવા અવિનીતને આશરે પડી સબડ્યા કરે, એને પંપાળ્યા કરે–તે ગમે તે હોય, પણ એને વિદ્વાન કે સમજુનું ઉપનામ તે ન જ ઘટે. | તને સર્વથી વધારે વહાલા શરીરની વાત થઈ. હવે તું જરા આગળ ચાલ.
( ૨ ) પ્રાણીનું જીવન પવનના અસ્થિર તરંગ જેવું ચંચળ છે. કાળને ઝપાટે કયારે આવશે? કેટલા ટકશે અને કયારે ઉડી જશે ? એ કાંઈ કહી શકાય નહિ. આયુષ્યની દેરી તૂટતા વાર લાગતી નથી. અત્યારે છીએ, કાલે સવારે શું થશે તે કાંઈ કહેવાતું નથી. ન કરે કાનના પ્રમાણે કિં. વિષ્યતિ? એક આડી રાતમાં તો કઈક ચાલ્યા ગયા. હસતામિતાને “હાર્ટ ફેલ” થઈ જતાં જોયાં. [ સંપત્તિની સાથે વિપત્તિઓ વળગેલી જ છે. આપણે તે Hડાડીના જમાનામાં છીએ. જેની મેટ દેડતી જોઈ એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org