________________
શ્રીશાંત-સુધારસ અને પવન સપ્ત આવે તે કાં તો તે વરસી પડે અને કાં તે માઈલના માઈલ ચાલ્યું જાય. એનું કાંઈ ઠેકાણું જ નહિ. એના પર હિસાબ ગણી સટ્ટો કરનારા પણ પાયમાલ થઈ ગયા છે. એનું કાંઈ ઠેકાણું જ નહિ. વાત-વાતમાં વાદળાં ચઢી આવે અને જોતજોતામાં ચાલ્યાં જાય. લોકક્તિમાં પણ કહેવાય છે કે – આભ ગાભ ને વર્ષો તારા, સ્ત્રીચરિત્ર ને રેતાં બાળા તેની જેહ પરીક્ષા કરે, સહદેવ જોશી પાણી ભરે.
એટલે એ વાદળાંનું કાંઈ ઠેકાણું નહિ. એવાં વાદળાંની લીલા બતાવનાર અને એને ખરો પરિચય આપનાર આ શરીર છે. એ શરીરનું કાંઈ ઠેકાણું નહિ, ધોરણ નહિ, એની ચોકસાઈ નહીં તેથી એના ઉપર આધાર રખાય નહિ.
અથવા સારી રીતે પોષણ કરેલું એ શરીર કઈ પણ વખતે વાદળાંની પેઠે વીખરાઈ જનાર છે, વરસ્યા વિના પણ ખલાસ થનાર છે. એના તે ભોંસા હોય? એના ઉપર ગણત્રી કરાય?
અને વળી એ શરીર એટલું બધું ઠેકાણાં વગરનું છે અને સાથે એ ક્ષણભંગુર પણ છે. એને નાશ ગમે તે પળ થઈ જાય, એ અકી પડે અને પછી તને એકલો કરી મૂકી બેસી જાય!
વળી તું વિચાર કર. એ શરીર શૈવનના જોરથી ઉદ્ધત થયેલું છે. માતેલા સાંઢ કે મદઝરતા ગાંડા હાથીને ભરોસો શે? જુવાની માણસને ગદ્ધાપચીશીમાં નાખે છે ત્યારે ભાન, વિવેક, વિચાર, સૈજન્ય, લાજ મર્યાદા કે સભ્યતા ભૂલાવી દે છે. જુવાનીના શેરમાં–કામદેવના સાન્નિધ્યમાં પ્રાણ કેવાં કેવાં કામોચાળાઓ કરે છે તે તારે નવું જાણવાનું નથી. કોઈ પણ નવલ લે, એટલે તને જણાઈ આવશે. આવા શરીરને ભસે કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org