________________
પ્રસ્તાવન્ના. આસક્ત હોય અને એના મનમાં કોઈ પણ મનોવિકાર હોય તે એનામાં સમભાવને અંકુર પણ ઉગતું નથી.
આ શમાકુર ઉગાડવા માટે પ્રયત્ન કરે, એની દિશા સમજાવવી–એ આ ગ્રંથનો ઉદ્દેશ છે. હવે એ શમાંકુર જગાડવાઉગાડવા માટે ભાવનાની જરૂર છે એ વાત તે ઉપર બતાવી દીધી છે. ભાવનાના ચાલુ અઠ્યાસથી “શમ” જાગે, એ વાત આ પ્રસ્તાવનામાં કરવાની છે. એ કયારે થાય તે સંક્ષેપમાં હવે બતાવી, છેવટે આ ગ્રંથમાં કહેવાની ભાવનાને નામનિર્દેશ કરશે. અહીં વાત એ કરી કે દુર્બાન કરનાર વિષયાસક્તના મનમાં અતિશય પ્રયત્ન હોવા છતાં સમભાવ મૂળી પણ નાખતા નથી.
૬. ઉપરના લેકમાં વિષયવાસનામાં પડી રહેલાની વાત કરી. એથી ઉલટી રીતે જે જ્ઞાનીનો આશય વિવેક અમૃતને વરસાદ વર્ષાવનાર થઈ જાય છે તે પ્રાણીના સંબંધમાં કોત્તર સુખરૂપ ફળને આપનાર સદ્દભાવનારૂપ કપલતા દૂર રહેતી નથી. મતલબ એવા પ્રાણુને લકત્તર સુખ જરૂર પ્રાપ્ત થાય છે. બધી વાતનો આધાર અંદરના આશય ઉપર છે. બાહ્ય દષ્ટિએ સમાન ક્રિયા કરનારને ફળમાં ઘણે ફેર પડે છે. બે પ્રાણુઓ દૂધપાક–પુરી ખાતા દેખાય છે. જેનારની નજરે એ બન્ને એક જ ક્રિયા કરે છે, છતાં એક મહામલિન કર્મ બાંધતા હોય છે અને બીજે કર્મને નાશ કરતે હોય છે. એક આવી પડેલ વસ્તુ ખાતા હોય છે, પણ એ શરીરને ભાડું આપતો હોય છે અને બીજો અંદરથી રસ જમાવી, સ્વાદ કરી, ગૃદ્ધ થઈ, રાચીમારીને ખાતો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org