________________
શ્રી શાંતસુધારસ
એટલા માટે અંદરને આશય શું વતે છે? મન ક્યાં છે? એ વાત પર ઘણે આધાર રહે છે.
જે પ્રાણીને આશય ખાસ કરીને જ્ઞાનમય થયેલે હાય, અને જ્ઞાન કરી અંદરના સૂક્ષ્મ ભાવે ઓળખવા જેટલી જેનામાં ચતુરાઈ આવી ગઈ હોય એવું પ્રાણી જે વિવેકામૃતના વરસાદરૂપ પતિને આશ્રય કરે તે પછી તેનાથી અસાધારણુ લેકોત્તર પ્રશમસુખરૂપ ફળને આપનાર સદુભાવનારૂપ કહ૫લતા દૂર રહેતી નથી. મતલબ એને પ્રથમ સુખ જરૂર પ્રાપ્ત થાય છે. આમાં ટૂંકામાં નીચે પ્રમાણે વાત થઈ. ૧ અંદરનો આશય જામ-સ્થિર થવો જોઈએ. ૨ એ આશયમાં જ્ઞાનમય નિપુણતા ભળવી જોઈએ. ૩ એ નિપુણ આત્મા વિવેકને વરવો જોઈએ. ૪ એવા વિવેકને વરેલા આત્માથી સંભાવના દૂર જતી નથી. ૫ પરિણામે કેત્તર પ્રશમ સુખ એને જરૂર પ્રાપ્ત થાય છે. આ ભાવાર્થ સમજાઈ જાય તે છે.
આ લેકને ભાવ બીજી રીતે પણ બેસે તેમ છે. સદુભાવના સુરલતા હોય છે જે પ્રાણુનો આશય વિવેકામૃતના વરસાદરૂપ રમણીય પતિને આશ્રય લે છે તેને લેકેનર પ્રશમ સુખની ફળપ્રાપ્તિ દુર નથી, એને એવાં ફળની પ્રાપ્તિ તુરત થાય છે. આ અર્થ સમીચીન જણાય છે. ભાવનાથી વિવેક લાવવાને જે ક્રમ આપણે સમજ્યા છીએ તે પ્રમાણે આ અર્થ ઠીક લાગે છે. એ પ્રમાણે અર્થ કરીએ તો નીચેનો ભાવ એસે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org