________________
૫૦
શ્રી.શાંતસુધારસ
આવા વિભાવદશામાં લપટી ગયેલા આત્માના મનને વિચાર કરીએ તેા એ આરોદ્ર ધ્યાનમાં પડી જઇ એના મળતા અગ્નિમાં ભાન ભૂલી જાય છે, એને વિવેક નાશ પામે છે અને એ એમાં એટલે લુબ્ધ થઇ જાય છે કે એનામાં સમતા આવતી નથી. અરે ! વાત ત્યાં સુધી થાય છે કે એનામાં સમભાવના અંકુરા પણ ફૂટતા નથી. જ્યાં મૂળીઆને અંકુરા પણુ ન ફૂટે ત્યાં ઝાડ ઉગવાની તેા વાત શી કરવી ? અને નાના છેાડ ઉગવાની પણ આશા કેમ રહે ?
કાઇ પણ સાદા દાખલા લઇએ. મનમાં કાઈ ઉપર વૈર થયુ એટલે પછી શા શા વિચાર આવે ? કેવા કારસ્થાના સૂઝે ? કેવી ચેાજના ઘડાય? કેટલા ગોટા વળે ?
અથવા માન મેળવવાની આશા થઈ. પછી કેટલા ભા કરવા પડે ? કેવા દેખાવા કરવા પડે ? કેટલા ઢાંકપીછેડા કરવા પડે? કેટલા ગેાટા વાળવા પડે ?
દુનિયાદારીને એક દાખલેા લઈએ. આત્માના વિભાનરમણુની એક સ્થિતિ કલ્પીએ. પછી જુઓ તે એમાં ગુંચવણુ, ગોટાળા, દંભ, ધમાલના પાર નહિ રહે. વિષયમાં રમવાની લાલુપતા હોય અને મન વિકારથી ભરેલું હાય, વિવેક બળી ગયે હાય, પછી એમાં સમતા કયાંથી આવે ? કેમ આવે ? ચે રસ્તે આવે ?
ધ્યાનમાં રાખવાનું છે કે આ સર્વ વાત વિદ્વાનાને પણ એક સરખી રીતે લાગુ પડે છે. એ ગમે તેટલુ ભણેલ હાય, અણુ દ્રવ્યાનુયાગ કે ગણિતાનુયાગના ગ્રંથા વાંચ્યા હાય, એણે જ્ઞાન-વિજ્ઞાનના અભ્યાસ કર્યા હાય, પણ જે તે વિષયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org