________________
શ્રી શાંતસુધારસ
છે. એના પરિણામે કૈવી મનોદશા થાય છે તે યોગશાસ્ત્રના પ્રણેતા શ્રી હેમચંદ્રાચાર્યે વિતરાગ સ્તોત્રમાં વર્ણવ્યું છે.
આવી અદ્દભુત વિર્યવતી સુપ્રસિદ્ધ પરિણામ જણાવનારી સમતાલતા આ ભવ–કાનનમાં પ્રાપ્ય છે, પણ અત્યારે એને વેગ મેહરાજાએ દબાવી દીધો છે–છુપાવી દીધો છે–દાટી દીધો છે. મેહ કષાય વિગેરે અનેક વિકારોને જન્મ આપે છે. એ વિકારને પરિણામે પ્રાણી રાગ-દ્વેષમાં પડી જાય છે અને રાગછેષ એ સાચી નિર્ણય શક્તિની આડે આવે છે. એટલે વાત એ થઈ કે અસાધારણ ફળો આપનાર અને સુપ્રસિદ્ધ મહિમાવાળી સમતાલતા તમારા સંસાર અરણ્યમાં-ભવ કાનનમાં છે, પણ તે તમારામાં મેહના જેરથી ઉગતી નથી–જામતી નથીવધતી નથી. અને તે કેમ વધે? એના મૂળમાં રાગ-દ્વેષ એવું ઝેર રેડે છે કે એનાં મૂળ બળી જાય છે અથવા અરધો પરધાં જળી જાય છે. કેઈ લતાના મૂળ બળી જાય એટલે એને પાચે જ નકામે થઈ જાય છે અને એ વધતી અટકી જાય છે. ' જે તમારે આ સમતાલતાને ઉગાડવી હોય, જે તમારે એનાં ફળ ચાખવાં હોય, જે તમારે અત્યારની સર્વ ગુંચવણને અંત હમેશને માટે આપ્યું હોય તો મહાનુભાવો! તમે આ કહેવાશે તે બાર ભાવના મનમાં બરાબર ભાવે, એને તમારા વિચારક્ષેત્રમાં બરાબર સ્થાન આપો અને એને વારંવાર જમાવે, વગર અટક્ય જમાવે, એને નિરંતર અભ્યાસ કરે અને એને મને મંદિરમાં સ્થાન આપે. વાતને સાર એ છે કે આ બાર ભાવનાઓ તમે નિરંતર ભા.
આ લેકમાં બાર ભાવનાની વાત કરી છે એ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org