________________
પ્રસ્તાવના.
૪r સમતા-શમ–સંગ વિગેરે અનેક ફળે મળી શકે તેમ છે. કલ્પવૃક્ષને એ સ્વભાવ છે કે એ માગનારને માગ્યા ફળ આપે. સમતા લતા પાસેથી તે ચારિત્રરાજના પરિવારનાં અનેક ફળ મળે તેમ છે. એનાં ફળનું વર્ણન ઉપમિતિ ભવપ્રપંચા કથાના (1) પ્રસ્તાવમાં વિસ્તારથી કર્યું છે. એ સમતા કલ્પવેલડીનાં ફળ પ્રાપ્ત કરવા માટે એ વેલડીને ઉગાડવી જોઈએ અને ઉગાડવા પહેલાં એને ઓળખવી જોઈએ.
એ સમતા લતામાં અસાધારણ શક્તિ છે. એ કહેવાય છે તો ઠંડી–શાંત, કારણ કે સમતાના વાતાવરણમાં શાંતિ હોય છે, પણ એની ગતિ અભુત છે. એને અંગ્રેજી ભાષામાં Driving power (વેગ-શક્તિ) કહે છે. એ વેગ, એ બળ, એ યદચ્છા જેને પ્રાપ્ત થાય એની આત્મિક પ્રગતિ ઘણી વધી જાય છે અને એ કર્મને તો ચૂરો કરી નાખે છે. એ સમતાના પ્રતાપે પ્રાણી અરિહંત–અહત થાય છે, એ કર્મરૂપ દુશમનો નાશ કરનાર-કાઢી નાખનાર બને છે અને એ શાશ્વત સુખ પ્રાપ્ત કરનાર થાય છે. આવી અદ્ભુત શક્તિ સમતા લતામાં છે અને તે સારી રીતે જાણીતી છે. કેઈ ખરા ભેગીની સન્મુખ જતાં એનો ખ્યાલ આવે છે, મહાત્મા પુરૂમાં એનો સાક્ષાત્કાર દેખાય છે અને ઋષિમુનિઓમાં એને પ્રભાવ એમના વર્તન અને વચનેથી જણાઈ આવે છે. જ્યારે માન-અપમાન સરખા ગણવાની ટેવ પડે, જ્યારે પથ્થર અને સુવર્ણ ઉપર સમભાવ થાય, જ્યારે સ્તુતિ કે નિંદા ઉપર એક સરખી વૃત્તિ આવે, જ્યારે સગવડ–અગવડમાં મનની એક સરખી વૃત્તિ ટકી રહે ત્યારે ખરી સમતા–શાંતિ પ્રાપ્ત થાય છે. એનું આબેહુબ વર્ણન ગીરાજ આનંદઘનજીએ શાંતિનાથજીના સ્તવનમાં કર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org