________________
શ્રી શાંતસુધાર-સ
કલ્પનાથી ઉભી કરેલી–જેડી કાઢેલી વાત નથી, પણ શ્રતને વિષય થયેલી છે અને સિદ્ધ વસ્તુઓમાંથી સિદ્ધહસ્ત દ્વારા સાંભળીને નોંધાઈ ચૂકેલી છે.
(૪) અથવા કોઈનું જ્ઞાન બરાબર ન હોય તો તેને બરાબર કરી આપનાર, તેનામાં વિવેક ઉત્પન્ન કરનાર અને તેના ઉપરચેટીઆ શ્રુતજ્ઞાનને યથાર્થ શ્રત કરી પવિત્ર કરનારા હાઈ એ જાતે પરમ પવિત્ર છે. જ્ઞાન અને અજ્ઞાનને ફેર અહીં સ્પષ્ટ માલમ પડે છે. આવા અનેક અર્થ નીકળી શકે એવો એ શબ્દ છે. ભાવ સમજાય તે છે.
આવી શ્રતને પવિત્ર કરનારી બાર ભાવના મનમાં ધારણ કરે એમ લેખક મહાત્મા કહે છે. ઉપરના (ત્રીજા) શ્લોકમાં ભાવનાને સાંભળવાની સૂચના કરી, આ (ચોથા) કલેકમાં મનમાં ધારણ કરવાની વાત કરી. વાત એ છે કે માત્ર સાંભળવાથી લાભ તો થશે, પણ ખરો લાભ તો એને મનમાં ઉંડી ઉતારી, એને જીરવવાથી થાય તેમ છે. ભાવના જીરવાય કેમ ? એની કળા પણ આ ગ્રંથ વાંચવાથી અને એમાં ઉંડા ઉતરવાથી સાંપડશે.
આવી ભાવનાઓને મનમાં ધારણ કરવાથી લાભ શે? અને એનું પરિણામ શું? એ વાત હવે લેખકશ્રી પોતે જ કહે છે.
આ સંસાર અરણ્ય જેનું વર્ણન પ્રથમ લેકમાં કરવામાં આવ્યું તેમાં અનેક જાળઝાંખરા વિગેરે છે, પરંતુ એમાં કલ્પવેલાડીઓ પણું છે. એ શેાધવી પડે તેમ છે પણ શોધનારને જરૂર મળે તેમ છે. અને સમતા ક૫વેલડી તો એવી છે કે એક વખત શોધ કરવાથી એ મળી જાય તો પછી તેની પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org