________________
પ્રસ્તાવના.
પર એમણે એક અષ્ટક ગીત મૂકયું છે. એ જે એના ચાલુ રાગમાં ગવાય તો કાનને ખરેખર અપૂર્વ આહલાદ આપે તેવો તેને રાગ છે. એ સુંદર રીતે ગવાય છે અને તાલ સુરની કેળવણી વિનાની પણ ચાલુ દેશીમાં ગાઈ શકે તેવી તેની રચના છે. આ હકીક્ત પર ચર્ચા તો ઘણું કરવાની છે, તે તેના સ્થાન પર થશે. અત્ર કહેવાની વાત એ છે કે એ વિદ્વાનોની ચર્ચા બાજુએ રાખતાં પણ આ ભાવનાઓ કાનને ખૂબ મજા આપે તેવી છે, આનંદ આપે તેવી છે, પવિત્ર કરે તેવી છે. - એક વખત કોઈ દેશી રાગો જાણનાર પાસે તેના લય જાણી લઈ, તેમાં ગાવામાં આવે તો ખૂબ મજા આપે તેવી છે. એ ગીતે અસલ ઉસ્તાદી રાગમાં પણ ગવાય તેવા છે અને એના છેદો સાદા સરલ અને ચાલુ હોવા ઉપરાંત એની રચના એવી સરસ છે કે એક બે વખત છંદોનું પુનરાવર્તન કરી ગયા પછી એ કાન સાથે અથડાયા જ કરશે, અંદર ગાન ઉત્પન્ન કરશે અને ભૂલવા પ્રયત્ન કરવા છતાં પણ સ્મરણમાં ચૂંટી જશે.
આનું નામ “શ્રુતપાવન” કહેવાય. (૨) એમાં બીજે પણ ભાવ છે. એ શ્રુત એટલે સાંભળી હોય તો સાંભળનારને પવિત્ર કરે છે. કાન અને કાનને ધણું એક જ છે, છતાં કાનને પવિત્ર કરવા એ જુદી વાત છે, સાંભળનારને પવિત્ર કરવો એ જુદી વાત છે, તે વિચાર કરવાથી સમજી શકાશે.
(૩) શ્રત એટલે જ્ઞાન. તીર્થાધિરાજે કહેલું અને ગણધરેએ ગુંથેલું આખું અનુયાગનું શાસ્ત્ર. જૈન શાસ્ત્રમાં એને
કૃત જ્ઞાન કહેવામાં આવે છે. એ શ્રુતજ્ઞાનથી આ બારે ભાવના પવિત્ર થયેલી છે. ટૂંકમાં કહીએ તો એ કેઈએ પોતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org