________________
૪૨.
શ્રી-શાંત-સુધારસ
કહેવાની બાર ભાવનાઓ તમે તમારા મનમાં ધારણ કરે. જેમ ધનવાન માણસ પોતાના ગળામાં અમૂલ્ય મેતીની માળા ધારણ કરે છે તેમ આ ભાવનારૂપ મૈક્તિકમાળા તમારા મનેમંદિરમાં ધારણ કરે. હૃદય ઉપર ધારણ કરેલી મોતીની માળા અન્ય જેનારને સુંદર લાગે છે અને પહેરનારની નજરમાં આખો વખત રહે છે તેવી જ આ ભાવનારત્નમાલિકાની સ્થિતિ છે. એ મનમાં ધારણ કરનારને અનંત સુખ આપે છે અને એના વાતાવરણમાં રહેનારને અભુત શાંતિ આપે છે. એટલા માટે એ ભાવનામાળા તમારા મનમંદિરમાં ધારણ કરે.
એ ભાવનાઓ કેવી છે? એ “મૃતપાવના” છે. એમાંથી ઘણું ભાવ પ્રાપ્ત થાય છે. ( ૧ ) એ સાંભળવાથી કાનને પવિત્ર કરે તેવી છે. ઘણી હકીકત એવી હોય છે કે એ સાંભળતાં કંટાળો આવે, દુઃખ થાય અને એવી વાત ન સાંભળી હોત તો સારૂં એવી વૃત્તિ થાય છે. આ ભાવનાઓ તો એવી છે કે એ સાંભળતાં અતિશય આનંદ આપે છે.
અહીં એક વાત જરૂર કરવા જેવી છે. એ સંબંધી વિશેષ વિવેચન તો ઉપઘાતમાં થશે; કારણ કે એનું સ્થાન ત્યાં છે. ગ્રંથકર્તાએ આ બાર ભાવના તથા ધર્મધ્યાનને અનુસંધાન કરાવનાર બીજી મૈથ્યાદિ ચાર ભાવનાઓ બહુ સુંદર રીતે બનાવી છે. એમણે પ્રત્યેક ભાવના પર આઠ અથવા નવ સુંદર કે ભિન્નભિન્ન પ્રચલિત છંદોમાં લખ્યા છે અને તેથી પાઠ કરવામાં સુગમ છે. એની ભાષા હૃદયસ્પર્શી અને વિચાર કરે તે અંતઃકરણમાં આરપાર ઉતરે તેવી છે. વિચાર ન કરે તે પણ કાનને પવિત્ર કરે તેવી તેની શબ્દરચના છે. ત્યારપછી પ્રત્યેક ભાવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org