________________
૩૮
શ્રી શાંતસુધારસ માટે કેટલી ચીવટ રાખવી ઘટે એ બતાવવાની સાથે ગ્રંથર્તાએ પ્રસ્તાવનામાં “વસ્તુનિર્દેશ” કર્યો છે. આ
૩. વિદ્વાન બુદ્ધિશાળીને ઉદ્દેશીને એ વાત તદ્દન જુદા આકારમાં ગ્રંથકર્તા કહે છે. એમણે ગ્રંથના વિષયની વિશિષ્ટતા બતાવી છે અને શાંતરસ વિદ્વાનેમાં પણ જામે એ એમની આંતરેછા છે.
મારા વિચક્ષણ ભાઈઓ ! બુદ્ધિશાળી મહાનુભાવો! તમે આ સંસારમાં રખડ્યા કરે છે, આંટા માર્યા કરે છે અને હિસાબ વગરના ચક્કરે ચડે છે. ઘડીકમાં તમે અનેક રૂપે હાથી, ઘેડા, ગાય, બળદ, બકરીના વેશ ગ્રહણ કરે છે, વળી કોઈ વાર મગર કે માછલાં થાઓ છે, કોઈ વખત કાગડા–પોપટ થાઓ છે, વળી કઈ વાર વનસ્પતિમાં જાઓ છે, કઈ વાર જળમાં જાઓ છે, કેઈ વાર કીડી, માકડ, મચ્છર થાઓ છે, વળી કઈ વાર મનુષ્ય થઈ જાઓ છે, તમે આવી રીતે ચોરાશી લક્ષ યોનિમાં આંટા માર્યા કરે છે. તમે આમ ચારે તરફ ચકકર ચક્કર ફરે છે પણ તેથી તમને ફેર આવે છે–ચક્કર આવે છે? અને તમને ત્રાસ થાય છે ? આવા ચકકરથી તમે ખરેખર થાક્યા છે? તમને કાંઈ કંટાળે આવ્યું છે ?
વળી આ સંસારમાં જરા વાર સુખ મળે, પાછો વિયેગ થાય, હેરાન હેરાન થઈ જાઓ, રડે, કકળ, મુંઝાઓ, છાતીના પાટીઆ ભીંસાઈ જાય એવા ત્રાસ થાય અને વળી જરા તમારી માનેલી સગવડ મળે એટલે એને તમે સુખ માને છે; પણ જે સુખ પછવાડે દુ:ખ હોય જ નહીં એવું અનંત સુખ તમારે પ્રાપ્ત કરવું છે કે અત્યારે જે મળે તેમાં મહાલવું છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org