________________
૩૭
પ્રસ્તાવના, શીખવે છે. વસ્તુને બદલે વસ્તુનાં કારણે તરફ આપણને લઈ જાય છે. કુતરાને લાકડી પડે એટલે એ લાકડીને કરડવા દોડે છે, એ તેનું અજ્ઞાન છે. લાકડી કયા ગુન્હાને બદલે પડી તે શોધવાનું તેને મન જ થતું નથી. મોહરાજાએ પણ આ જગતમાં એવું અજ્ઞાન ફેલાવ્યું છે કે આપણી દશા તેણે લાકડીને કરડવા દેડનાર કુતરા જેવી જ કરી નાખી છે. જ્યારે આ ગ્રંથમાં કહેવાની ભાવના ઉપર વારંવાર સ્મરણ–ચિંતવન થશે અને વસ્તુ તેમજ સંબંધ બરાબર ઓળખવા પ્રયત્ન થશે ત્યારે શ્વાનવૃત્તિ અટકશે. શાંતરસની જમાવટ બરાબર કરવા માટે આ વૈરાગ્યને ઉત્પન્ન કરનાર અને આત્માને મેક્ષ પમાડનાર ભાવનાઓ ભાવવી ઘટે.
ભાવના વગર વિદ્વાન માણસના મનમાં પણ શાંતરસ જાગતો નથી, ઊઠતો નથી અને જામતો નથી અને શાંતરસ વગર જરા પણ સુખ નથી, તેથી જેને દુનિયાદારીના શૃંગાર, હાસ્ય, વીરરસ કરતાં પણ બહુ આગળ લઈ જનાર શાંતરસનું મહત્ત્વ સમજાયું હોય તેને માટે ભાવના બહુ અગત્યની ચીજ છે. એ ભાવનાઓ વગર વિદ્વાન પણ સંસારમાં રખડી પડે છે, એ વગર ભણેલા માણસો પણ સંસારમાં આંટા માર્યા કરે છે અને એના વગર શાંતરસનો મહિમા એના મગજમાં કે વિચારભૂમિકામાં આવતો નથી.
ભાવના” આ ગ્રંથને વિષય છે, એની શક્તિ કેટલી છે તે અત્ર બતાવ્યું. ભાવના વગર શાંતરસ જામે નહિ અને શાંતરસ વગર ખરૂં સુખ મળે નહિ. ભાવનાની આ જીવનમાં તેિટલા માટે કેટલી જરૂર છે? સમજુ ભણેલા-ગણેલાને પણ એને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org