________________
૩૪,
શ્રી શાંતસુધારસ
સાઇએ તેવું લાગ આ માહરાજ
છે અને એને એ
ત્યારે ખૂબ વિષાદ થાય છે અને જાણે કઈ દિવસ જન્મ્યા જ ન હોઈએ તેવું લાગે છે. સગા-સ્નેહીના દુ:ખથી કે મરણથી પણ વિષાદ થાય છે. આ મહરાજા રાગદ્વેષ ઉત્પન્ન કરે છે, તે બન્ને મળીને ચાર કષાય ઉત્પન્ન કરે છે અને એને લઈને આખા જીવનમાં ઝેર ભરાઈ જાય છે. ખારું-ખાટું થયેલું જીવન બુદ્ધિને વિપર્યાસ કરે છે અને વિષાદ–શેક જીવનને કડવું બનાવે છે. આ મેહ અને વિષાદનું ઝેર આખા જગતમાં ભરેલું છે. માત્ર એની જરા ઉપર જઈ અવલોકન કરીએ તે જ આ ઝેર સમજાય–ઓળખાય તેમ છે.
આવા ઝેરથી ભરેલા સંસારમાં શાંતસુધારસ પ્રાપ્ત કરવો ઘણું મુશ્કેલ છે. એનાં સ્વપ્ન આવવાં પણ મુશ્કેલ છે. અરે! ટૂંકમાં કહીએ તો એને ઝબકારે છે પણ અશક્ય છે. હવે શાંતરસની પ્રાપ્તિ વગર તો આ દુનિયામાં કાંઈ ખરો રસ પડે તેવું નથી. બાકીના સર્વ ર તે ક્ષણિક છે, આવીને-ઝબકીને ઉડી જનારા છે અને દુનિયાદારીમાં કહેવત છે કે “રસના તો ચટકા હોય, કાંઈ કુંડા ન હોય.” એ કહેવતને ખરી કરનારા છે. ચટકા પણ ઉપર ઉપરના અને આવીને ખસી જનારા હોય છે. શાંતરસ જ ખરો, લાંબા વખતન અને ચિરસ્થાયી અસર મૂકી જનાર છે.
આ શાંતરસ અંદર જાગે કેમ? જામે કેમ? અને ટકે કેમ? દુનિયાની નજરે ડાહ્યાા લાગતા માણસોને બરાબર જોઈએ તો તેઓમાંના ઘણાખરા એક અથવા બીજા મનોવિકારને વશ હોય છે. કેઈ સલાહ લેવા લાયક લાગતા હોય છતાં પોતાનાં ધન કે બુદ્ધિના મદમાં પડેલા હોય છે, કેઈ લોભને વશ હોય છે, કેઈ સ્ત્રીના પાશમાં પડેલા હોય છે, કોઈ “મરી ગયા–મરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org