________________
પ્રસ્તાવના.
વિષયનિર્દેશ કરી દીધો છે અને સાથે જણાવી દીધું છે કે પોતે જે શાંતસુધારસ ગ્રંથની રચના કરે છે તે અસાધારણ આત્મબળવાળા અને કરૂણરસના ભંડાર શ્રી તીર્થરાજની અમૃત વાણીને અનુસરે છે અને જે વાણુને પરમાત્માએ વિસ્તાર કયે છે એ જ વાણીને અનુસરી પોતે પણ એના ભાવને બતાવશે. એ સુધારસ–અમૃતરસ કેવી ભૂમિકા ઉપર જામે-જાગે તે હવે બતાવે છે. ( ૨ આ ગ્રંથનું નામ “શાંતસુધારસ શાંતરસનું રસત્વ સાહિત્યમાં મહાપ્રયાસે સિદ્ધ થયું. એ રસ કાંઈ સાધારણ રમતની ચીજ નથી, એ પ્રાપ્ત કરે એ કાંઈ બચ્ચાંનાં ખેલ નથી, એ કાંઈ હામજી–ભામજીના કામ નથી. એ શાંતરસ જાગે કેવી રીતે? કેને જામે? અને ક્યારે જામે? એ વાત ગ્રંથત પોતે જ કહે છે. એને ગ્રંથને વિષય પ્રતિપાદન કરે છે એટલે એની સાથે સર્વ સંબંધ તેને બતાવવો જ રહ્યો. બહુ ભવ્ય રીતે એ પિતાની હકીકત રજુ કરે છે. તેની પ્રતિપાદન શેલી પણ ખરેખર વિચારવા ચોગ્ય છે. - આ આ સંસાર મેહ અને વિષાદે ઉત્પન્ન કરેલા ઝેરથી આકુળવ્યાકુળ થઈ ગયેલ છે. ક્રોધ, માન, માયા, લેભ, હાસ્ય, શોક, કામગ વિગેરે મનેવિકારાને પરિણામે પ્રાણની નિર્ણય શક્તિમાં જે ઉલટભાવ આવે છે અથવા તે નિર્ણય-શક્તિ કુંઠિત થઈ જાય છે તે મેહ-અજ્ઞાનજન્ય છે. આ મેહ'નું સામ્રાજ્ય આખા જગત પર ચાલે છે. બુદ્ધિ અને નિર્ણય–શક્તિમાં ભેદ પાડે એ મેહનું કાર્ય છે. “હું અને મારૂં” એ એને મંત્ર છે. વિષાદ પણ મેહને પરિણામે જ આવે છે. માંદા પડીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org