________________
શ્રીશાંત-સુધારસ
પ્રકારને આશીર્વાદ અપાય છે અથવા કેઈ ઈષ્ટ દેવને નમસ્કાર કરવામાં આવે છે, અથવા ગ્રંથમાં કર્યો વિષય છે તેનો પ્રસ્તાવ કરવામાં આવે છે. આ પ્રાચીન આર્ય પદ્ધતિ સર્વથા પૂર્વકાળના ગ્રંથમાં સ્વીકારાયેલી જોવામાં આવે છે.
ગ્રંથકાર શ્રી વિનયવિજયજી ઉપાધ્યાયે આ ત્રણે બાબતેને સમાવેશ આ પ્રથમના શ્લોકમાં કર્યો જણાય છે. “તમારૂં રક્ષણ કરે' એમ કહીને તેઓશ્રીએ હૃદયપૂર્વક આશીર્વાદ મહાપુરૂષ તીર્થાધિરાજને નામે આવે છે. આ આશીર્વાદ થયે.
તીર્થાધિરાજને “ કાર્યપુણ્ય આત્મા ” કરૂણાભાવથી પવિત્ર થયેલ આત્માવાળા બતાવીને અને તેઓશ્રીએ કરેલો વાણુને પ્રસાર રમ્ય છે, આનંદ ઉત્પન્ન કરનાર છે, સાંભળતાં વિનોદ કરાવે તેવો છે અને કાન અને મનને રસમાં તરબોળ કરે તે છે એ દ્વારા તીર્થાધિરાજને એમણે હદયપૂર્વક નમસ્કાર કર્યો છે અને વસ્તુનિર્દેશ તેમણે “સુધારસકિર” શબ્દથી કર્યો જણાય છે. આ ગ્રંથમાં શાંતસુધા-શમ અમૃત ભયે છે. એનું નામ શાંતસુધારસ છે અને એ વિષય આ ગ્રંથમાં આવનાર છે એને અત્ર દિગદર્શન પૂરતે નિર્દેશ કર્યો છે. આ પ્રસ્તાવનામાં એ હકીક્ત–વસ્તુનિદેશ હજુ વધારે કરવાને છે, અત્ર તે માત્ર તેને સૂચવેલ જ હોય તેમ જણાય છે. આવી સુંદર રીતે ગ્રંથની શરૂઆત કરવામાં આવી છે. ભવાટવીની વિષમતા બરાબર લાગુ પડતાં ચાર વિશેષણેથી બતાવી તેમાં ભૂલા પડેલાને ઠેકાણે લાવનારનું અદ્ભુત ટૂંક મુદ્દાસરનું વર્ણન કરી એમની અમૃત સરખી વાણુની પ્રશંસા કરતાં અને એને પાલનસ્વભાવ બતાવતાં એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org