________________
શ્રી•શાંત-સુધારસ
એમની વસ્તુસ્વરૂપ બતાવવાની પદ્ધતિને અમૃતરસના પ્રસાર સાથે સરખાવી શકાય. જાણે પરમાત્માના મુખમાંથી અમૃત ઝરતું હોય એવી તદ્દન શાંત વાણી માલકાશ રાગમાં નીકળે છે અને એના પ્રત્યેક શબ્દ અને વાક્ય શ્રોતાને એ શાંતરસમાં મેળી દે છે. મહાત્મા પુરૂષોના સન્નિકને પ્રસાદ જેણે અનુભવ્યે હાય એને જ એની વિશિષ્ટતા ઉત્તમતા અને મહત્તા ખ્યાલમાં આવે તેમ છે. એવા મહાત્મા પાસે જઇએ ત્યારે આપણામાં ગમે તેટલેા ઉકળાટ હાય તે દૂર થઇ જાય છે, કચવાટ નાશ પામી જાય છે અને ચિત્ત અનિ ચનીય દશા અનુભવે છે. સાધારણ મહાપુરૂષા જેને આપણે ચેાગી તરીકે ઓળખીએ છીએ તેમની પાસે જતાં પણ કાંઇક આવા અનુભવ થાય છે તા ખૂદ તીર્થાધિરાજના સાનિધ્યમાં કેવી દશા થતી હશે ? કેવી અંખડ શાંતિ વ્યાપતી હશે ? કેવી અનન્ય સ્થિતિ અંદર અનુભવાતી હશે? તેની વ્યાખ્યા કરવી અશક્ય છે.
૩૦
આવી અમૃતરસને વરસાવનારી વાણીમાં અસાધારણ મળ હાય છે. એક સાધારણ સારા વક્તા પણ શ્રોતાસમાજને દેરવી શકે છે તે! પછી જ્યાં શમરસના ઘુંટડા ભરાતા હૈાય, જ્યાં શાંતિજળના ફુવારા ઉડતા હાય, જ્યાં શાંત જળનાં જળકણા ચારે તરફ ઉડી રહ્યાં હાય. અને જ્યાં આખા વાતાવરણમાં શાંતિ અને શમની વિભૂતિએ જામી ગઇ હોય ત્યાં શી સ્થિતિ થાય ? એ વાણીનું બળ કેવુ' હાય ? પાંત્રીશ ગુણ યુક્ત એ વાળી હૃદયની આરપાર ઉતરી જાય અને મનને હુલાવી નાખી શાંતિમાં તરખાળ કરે એમાં જરા પણ આશ્ચર્ય પામવા જેવું નથી. વળી એ વાણી અતિ ‘ રમ્ય ’છે, એ સાંભળતાં મનને અને કાનને આનંદ ઉપજાવે તેવી છે, મનને વશ કરી લે તેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org