________________
પ્રસ્તાવના
રખડીએ છીએ એ વાત પણ જાણતા નથી, જાણે તે માનતા નથી, સાચું સુખ ઓળખતા નથી, જરા સુખ જેવો ભાસ થાય, કાંઇક સગવડ મળે કે તેને સુખ સમજી તેમાં મેજ માણે છે અને ઉપર–નીચે આડાઅવળા ચક્કર ચક્કર ફર્યા જ કરે છે.
કોઈ કરૂણારસથી ભરેલા મહાપુરૂષે એની એ સ્થિતિ જુએ છે. તેઓએ પણ અનેક ભ્રમણપરંપરામાંથી પસાર થયા બાદ ખમ પ્રયાસ કરી પિતાના આત્માને પવિત્ર બનાવેલા હોય છે. પોતે સાચું સુખ ક્યારે અને કેમ મળે તે બરાબર સમજી ગયેલા હોય છે. એવા મહાપુરૂષોને તીથ કર” કહેવામાં આવે છે. જેની મદદવડે આ સંસાર–સમુદ્ર તરી શકાય તેવા ધર્મસાધન સમુદ્રને અંગે તીર્થ કહેવાય અને એવા તીર્થનું સ્થાપન કરનાર તીર્થકર કહેવાય છે. એ મહાન શુદ્ધ સત્ત્વશાળી મહાત્માઓ કરૂણારસથી ભરેલા હોય છે. એમની કરૂણું કેવા પ્રકારની હાય. છે તે આગળ પંદરમાં પ્રકરણમાં બતાવવામાં આવશે. અસાધારણ વીર્ય અને શક્તિને પ્રભાવે તેઓ વસ્તુસ્વરૂપ જાણી ગયેલા હોય છે અને વસ્તુને ઓળખ્યા પછી તે કરૂણારસની પ્રસાદી તરીકે પોતાને પ્રાપ્ત થયેલી હકીકત પ્રાણીઓને ખરેખરી ભાવદયાથી બતાવે છે.
એ જ્યારે વસ્તુસ્વરૂપનું પ્રકાશન કરે છે ત્યારે શાંતરસની ખરી જમાવટ થાય છે. પ્રાણીઓ પોતાના કુદરતી વેર પણ વિસરી જાય છે અને આખા વાતાવરણમાં શાંતિ જામે છે. એ અતિ મધુર. વાણીવડે જ્યારે પોતાને સમજાતું સ્વરૂપ જનસમાજ આગળ રજુ કરે છે, ત્યારે શાંતિને વરસાદ વરસતા હોય છે અને અતિ શાંત પરિસ્થિતિની વચ્ચે. તેઓ અતિ મીઠા શબ્દમાં પ્રેમ, ઉપજે તેવી રીતે વસ્તુવરૂપ બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org