________________
શ્રી-શાંતૃસુધારસ
એક ભયંકર જંગલ છે. એમાં ઝાડી, લતા, ઝાંખરા, ડાળીએને પાર નથી, એમાં ચારે તરફ અંધકાર વ્યાપેલે છે, એમાં માથે વાદળાં ચઢી આવેલાં છે અને નિરંતર વરસ્યા કરે છે. એમાંથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી. આવી જ સંસાર અટવી છે. એમાં નાના પ્રકારના કર્મની ગીચ ઝાડી છે, એમાં મેહરાજાએ વળી ખૂબ અંધકાર ફેલાવ્યો છે, એની ઉપર આશ્રવરૂપ વાદળે વરસ્યા જ કરે છે અને એમાંથી બહાર નીકળવાના રસ્તા દેખાતા નથી, જડતા નથી, પત્તો લાગે તેવી સ્થિતિમાં સાધારણ રીતે નથી.
આવી સંસાર અટવીમાં આ પ્રાણી–અનેક પ્રાણુઓ રખડ્યા કરે છે, અંધકારમાં ફાંફાં મારે છે, આશ્રોને સંગ્રહ કરે છે, એના જળથી કર્મને વિસ્તાર વધારે છે અને બહાર જવાને માર્ગ શોધતા નથી, કદાચ સાંપડે તો તેને ઓળખતા નથી અને નિરંતર દોડાદોડ કરી રખડડ્યા કરે છે. કેાઈવાર ઉપર જાય છે, કોઈ વાર નીચે જાય છે અને કોઈ વાર આડાઅવળા રખડે છે. એ સંસાર અટવી કેવી છે તેનું સ્વરૂપ આપણે આગળ અગ્યારમી ભાવનામાં વધારે જોશું.
આખો વખત–અનાદિ કાળથી આવી ભવાટવીમાં રખડતા ભૂલા પડેલા આપણે સર્વ છીએ. આપણે ચારે તરફ વગર અર્થની દોડાદોડ કરી રહ્યા છીએ અને ચારે તરફ આખે વખત નાચતા ફરીએ છીએ. કઈ પૂછે કે કયાં ચાલ્યા? તે કાંઈ સમજતા નથી, સમજાય તે જવાબ આપી શકતા નથી, પણ પાછી દોડાદોડ ચાલુ રાખીએ છીએ.
વાત એટલી હદ સુધી બને છે કે ઘણાખરા પ્રાણીઓ તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org